IPL 2023 માં બોલિવૂડના અનેક સ્ટાર્સે ઉઠાવ્યો ખૂબ આનંદ, આ સેલેબ્રિટીએ મેચનો પૂરો રોમાંચ માણ્યો

|

May 27, 2023 | 9:25 PM

IPL 2023: ગુજરાત ટાઈટન્સ સળંગ બીજી વાર કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વાર ચેમ્પિયન બનશે એ રવિવારની નક્કી થઈ જશે. સિઝન જબરદસ્ત રહી અને રોમાંચથી ભરપૂર રહી હતી. આ બોલિવૂડ સ્ટારે પણ પૂરો આનંદ માણ્યો છે.

IPL 2023 માં બોલિવૂડના અનેક સ્ટાર્સે ઉઠાવ્યો ખૂબ આનંદ, આ સેલેબ્રિટીએ મેચનો પૂરો રોમાંચ માણ્યો
IPL 2023 નો બોલિવૂડ સ્ટારે ભરપૂર રોમાંચ માણ્યો

Follow us on

IPL 2023 Final રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મહાસંગ્રામ ખેલાશે. ફાઈનલ સુધીની સફર જબરદસ્ત રહી છે, સિઝનમાં મેચનો રોમાંચ જબરદસ્ત રહ્યો છે. તેનો પૂરો આનંદ દુનિયાભરના ક્રિકેટ ચાહકોએ ઉઠાવ્યો છે. ક્રિકેટ ચાહક બોલિવૂડ સ્ટાર્સે પણ પૂરો આનંદ માણ્યો છે. કોઈ ટીમના ફ્રેન્ચાઈઝીના રુપે પહેલાથી IPL સાથે જોડાયેલુ છે, તો કોઈ સિઝનમાં મેચ દરમિયાન સ્ટેડિયમમાં રહીને નિહાળવાનુ ચૂકતા નથી.

આ સિઝનમાં તો કેટલાક સ્ટાર્સ માત્ર મેચ જ નહીં પરંતુ પોતાની રિઝનલ ભાષામાં કોમેન્ટ્રી કરતા પણ નજર આવ્યા હતા. આમ સિઝનમાં પૂરો આનંદ માણવા સાથે સ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ રંગ જમાવતા પણ જોવા મળ્યા હતા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નજર કરીશુ એવા સ્ટાર કે જેમણે IPL 2023  નો ખૂબ આનંદ માણ્યો

શાહરુખ ખાનઃ બોલિવૂડનો સુપર સ્ટાર શાહરુખ ખાન આ સિઝનમાં પૂરો આનંદ ઉઠાવતા જોવા મળ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીમાં માલિકી હિસ્સો ધરાવતા શાહરુખની ટીમ પ્લેઓફ પહેલા જ સિઝનની બહાર થઈ ગઈ હતી. પંરતુ તેની ટીમના રિંકૂ સિંહે ખૂબ ચર્ચા દુનિયાભરમાં પોતાના નામની બનાવી છે.

 

 

સુહાના ખાનઃ શાહરુખ ખાનની જેમ તેની પુત્રીએ પણ સિઝનમાં આઈપીએલનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો. તે કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરતી નજર આી રહી હતી. સુહાના ખાન સાથે તેની મિત્ર શનાયા કપૂર પણ જોવા મળતી હતી.

 

 

જૂહી ચાવલાઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કો-ઓનર જૂહી ચાવલા પણ આ સિઝનમાં ખૂબ જ આનંદ ક્રિકેટનો માણી રહેલી નજર આવી રહી હતી. તેના પતિ જય મહેતા સાથે તે અનેકવાર મેચમાં જોવા મળતી હતી.

 

 

પ્રીતિ ઝિન્ટાઃ પંજાબ કિંગ્સનો સપોર્ટ કરતી પ્રીતિ ઝિન્ટાની ટીમ પ્લેઓફમાં જ બહાર થઈ ગઈ હતી. પંજાબ કિંગ્સ હંમેશા મજબૂત ટીમ રહી છે, પરંતુ પ્રીતિ ઝિન્ટાની ટીમ પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી શકી નથી. ટીમને સપોર્ટ કરવા સાથે મેચનો આનંદ માણતી પ્રીતિ ટીમની સફરના અંત સમયે નિરાશ જોવા મળતી હતી.

 

 

ભવ્ય ગાંધીઃ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલમાં ટપુનો રોલ પ્લે કરનારા એક્ટર ભવ્ય ગાંધી પણ આ સિઝનમાં નજર આવ્યો હતો. તેણે સિઝનમાં કોમેન્ટ્રી પણ કરી હતી.

 

 

 

રવિ કિશનઃ આ વખતે આઈપીએલની મેચમાં અનેક રિઝનલ લેંગ્વેઝમાં કોમેન્ટરી ઉપલબ્ધ હતી. જેમાં ભોજપુરી કોમેન્ટરી ખૂબ જ આકર્ષણનુ કેન્દ્ર રહી હતી. ભોજપુરી સ્ટાર રવિ કિશન પણ કોમેન્ટ્રી આપતા જોવા મળ્યો હતો. તેના સિવાય અનેક ભોજપુરી સ્ટાર્સ પણ કોમેન્ટરી આપતા જોવામ મળ્યા હતા.

 

 

આમ્રપાલી દુબેઃ ભોજપુરી સિનેમામાં ખૂબ જ આકર્ષણ ધરાવતી આમ્રપાલી દુબે પણ આઈપીએલની વર્તમાન સિઝનમાં જોવા મળી હતી. તે કોમેન્ટરી કરતી જોવા મળી હતી.

 

 

આ પણ વાંચોઃ  Saeed Anwar on Virat Kohli: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2 સદી નોંધાવે એવી આશા પાકિસ્તાનના દિગ્ગજે રાખી!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:11 pm, Sat, 27 May 23

Next Article