જો તમે Narendra Modi Stadium મેચ જોવા જઈ રહ્યા છો, તો આ વસ્તુઓ પર છે પ્રતિબંધ વાંચો LIST

|

Mar 28, 2023 | 3:16 PM

Narendra Modi Stadium વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને અહીંથી જ વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન શરૂ થશે. તો ચાલો જોઈએ આ મેદાન પર કઈ કઈ મેચો રમાશે. તેમજ સ્ટેડિયમમાં શું લઈ જવા પર પ્રતિબંધ છે.

જો તમે Narendra Modi Stadium મેચ જોવા જઈ રહ્યા છો, તો આ વસ્તુઓ પર છે પ્રતિબંધ વાંચો LIST

Follow us on

10 ટીમ, 74 મેચ, 12 મેદાન, 58 દિવસ અને 1 ચેમ્પિયન. IPL 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. માર્ચના છેલ્લા દિવસે આઈપીએલ શરુ થશે જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને T20 ક્રિકેટની સૌથી મોટી લીગની 16મી સિઝન શરૂ થશે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગત વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. મહેન્દ્ર સિંહ ધોનીની યેલો આર્મી હાર્દિક પંડ્યાને પડકારશે.પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે

સિઝનની પહેલી જ નહીં, અમદાવાદના આ મેદાન પર લીગ સ્ટેજની કુલ સાત મેચો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની પ્રથમ મેચની ટિકિટ તો વેચાઈ ચૂકી છે.

સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?

 

ત્યારે 31 માર્ચ શુક્રવારના રોજ રમાનારી મેચને લઈ કેટલાક નિયમો પણ સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સે ટ્વિટ એક ટ્વિટ કર્યું છે.જો તમે પ્રથમ મેચ જોવા જઈ રહ્યા છો. તો અમુક વસ્તુઓ તમે સાથે લઈ જઈ શકશો નહિ, જેમાં પ્રથમ છે પાવર બેંક, સિગારેટ લાઈટર, સેલ્ફી સ્ટિક, વુડન સ્ટિક, તિક્ષ્ણ હથિયાર, બેગ કે થેલો,બોટલ, છત્રી, કેમેરો, હથિયાર તેમજ કોઈ પણ જાતનું ફુડ તમે સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહિ.IPLમાં 7 મોટી મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે,

પ્રથમ મેચને લઈ ચાહકોમાં ઉત્સાહ

IPL 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમે પ્રથમ વખત IPLમાં ભાગ લીધો હતો અને ટીમ પ્રથમ વખત જ ચેમ્પિયન બની હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે ખિતાબ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. આ વખતે પણ હાર્દિકની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડથી પ્રવાસની શરૂઆત કરશે. IPL 2023 વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ મેદાન પર શરૂ થશે અને આ મેચ જોવા માટે એક લાખથી વધુ દર્શકો પહોંચી શકશે. જેના માટે ટિકિટનું પણ બુકિંગ થઈ ચૂક્યું છે. જ્યારે કેટલીક મેચ માટેનું બુકિંગ જે તે સમયે શરુ થશે. પ્રથમ મેચથી જ ચાહકોનો આનંદ બમણો થશે.

31 માર્ચથી જામશે જંગ

બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Next Article