IPL 2023 Auction: સૌથી પહેલા આ ખેલાડીની થશે હરાજી, જુઓ 405 ખેલાડીઓનું પુરૂ લિસ્ટ

શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

IPL 2023 Auction: સૌથી પહેલા આ ખેલાડીની થશે હરાજી, જુઓ 405 ખેલાડીઓનું પુરૂ લિસ્ટ
IPL 2023 Auction
Image Credit source: File photo
| Edited By: | Updated on: Dec 13, 2022 | 10:46 PM

આખી દુનિયામાં હાલમાં આઈપીએલ 2023ની આતુરતાથી રાહ જોઈ રહી છે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાંથી 405 જેટલા ખેલાડીઓને આઈપીએલ ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 23 ડિસેમ્બરના રોજ કેરળના કોચ્ચીમાં બપોરે 2.30 કલાકે શરુ થશે. આ ઓક્શનનું લાઈવ પ્રસારણ હોટસ્ટાર જેવા માધ્યમો પર થશે. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. કેપ્ડ ખેલાડી – જે પહેલા ઈન્ટનેશનલ મેચ રમ્યા હોય અને અનકેપ્ડ ખેલાડીઓ એટલે જે પહેલા ક્યારેય ઈન્ટરનેશનલ મેચ રમ્યા ન હોય. આ ખેલાડીઓમાં 4 ખેલાડીઓ એસોસિએટ દેશના પણ હશે.

આઈપીએલના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ તમામ ખેલાડીઓના નામ અને અન્ય માહિતીની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની 10 ટીમો 23 ડિસેમ્બરના રોજ આ 405 ખેલાડીઓમાંથી પોતાના પસંદના ખેલાડીઓ પર બોલી લગાવશે. જણાવી દઈ કે આ આઈપીએલ 2023ના ઓક્શનમાંથી કુલ 87 ખેલાડીઓને આઈપીએલમાં સામેલ કરી શકાશે. જેમાંથી 30 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે.

આ ક્રમમાં ખેલાડીઓ પર લગાવશે બોલી:

સેટ-1: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, અજિંક્ય રહાણે, જો રૂટ, રિલી રુસો અને કેન વિલિયમસન

સેટ-2: સેમ કુરન, કેમરોન ગ્રીન, શાકિબ અલ હસન, જેસન હોલ્ડર, સિકંદર રઝા, ઓડિયન સ્મિથ, બેન સ્ટોક્સ

સેટ-3: ટોમ બેન્ટન, લિટન દાસ, હેનરિક ક્લાસેન, કુસલ મેન્ડિસ, નિકોલસ પૂરન, ફિલિપ સોલ્ટ

સેટ-4: ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, જે.જે. રિચર્ડસન, ઈશાંત શર્મા, ટોપ્લી, ઉનડકટ

405 ખેલાડીઓનું પુરૂ લિસ્ટ, જાણો ક્રમ અનુસાર સેટમાં આવતા ખેલાડીઓની વિગત

શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

10 ટીમમાંથી કઈ ટીમ પાસે કેટલા ખેલાડીઓની જગ્યા બાકી ?

1 ટીમમાં કુલ 25 ખેલાડીઓની જગ્યા હોય છે. તમામ ટીમો એ પોતાના કેટલાક ખેલાડીઓએન રીટેન કર્યા છે. તેમના સિવાય જેટલી જગ્યા બચી છે તેના માટે તમામ ટીમો ઓક્શનમાં બોલી લગાવશે. આઈપીએલમાં ખેલાડીઓ ખરીદવા માટે જેટલા પૈસાની અનુમતિ હોય છે, તેમાંથી જેટલી રકમ બચી તેના દ્વારા આ ઓકશનમાં બોલી લગાવી શકાશે. હાલમાં સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે છે જ્યારે સૌથી આછુ બજેટ કોલકતાની ટીમ પાસે છે.

10 ટીમો એ રીટેન અને રીલીઝ કર્યા હોય તેવા ખેલાડીઓના નામ

 

 


23 ડિસેમ્બરના રોજ કેરળના કોચ્ચીમાં બપોરે 2.30 કલાકે શરુ થશે. આ ઓક્શનનું લાઈવ પ્રસારણ હોટસ્ટાર જેવા માધ્યમો પર થશે. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે.