IPL 2023 Auction : આ 5 ‘મોટી વયના ખેલાડીઓ’ સામેલ થશે, 40 વર્ષના આ ખેલાડીનો જાદુ હજુ પણ બરકરાર

IPL 2023 Mini Auction:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મીની હરાજીની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હરાજીમાં ટીમો કુલ 87 ખેલાડીઓ પર દાવ લગાવશે, પરંતુ આ માટે દેશ-વિદેશના કુલ 405 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ હરાજીમાં ભાગ લેનાર પાંચ મોટી વયના ખેલાડીઓ વિશે.

IPL 2023 Auction : આ 5 મોટી વયના ખેલાડીઓ સામેલ થશે, 40 વર્ષના આ ખેલાડીનો જાદુ હજુ પણ બરકરાર
40 વર્ષના આ ખેલાડીનો જાદુ હજુ પણ બરકરાર
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 21, 2022 | 11:32 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મીની હરાજી 23 ડિસેમ્બરે યોજાશે. આ હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમની ઉંમર 40ને વટાવી ગઈ છે. આવી સ્થિતિમાં, આ મોટી ઉંમરના ખેલાડીઓ પર કઈ ટીમ બોલી લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે. આ મિની ઓક્શનમાં કુલ 405 ખેલાડીઓ પોતાના કિસ્મત અજમાવવા માટે રજિસ્ટ્રેશન કર્યું છે. ઓક્શન માટે આ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય છે. જ્યારે 132 વિદેશી ખેલાડી છે. પરંતુ આ ઓક્શનમાં માત્ર 87 સ્લોટ ખાલી છે. આ સ્લોટને ભરવા માટે લીગની 10 ટીમો બોલી લગાવશે.

મોટી વયના 5 ખેલાડીઓ પર લાગી શકે છે બોલી

અમિત મિશ્રા

આ લિસ્ટમાં સૌથી પ્રથમ નામ અનુભવી સ્પિનર અમિત મિશ્રાનું નામ આવે છે. અમિત મિશ્રાની ઉંમર 40 વર્ષની છે. ગત્ત સિઝનમાં મિશ્રાને કોઈએ ખરીદ્યો ન હતો. આ વખતે ભાગ લેનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. આઈપીએલમાં મિશ્રાનો રોકોર્ડ શાનદાર રહ્યો છે. તે આ લીગમાં 154 મેચમાં 166 વિકેટ લીધી છે.

મોહમ્મદ નબી

આ લિસ્ટમાં બીજું નામ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીનું આવે છે. નબી અત્યારે 37 વર્ષનો છે. નબી આ લીગમાં લાંબા સમય સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. આ સિવાય તે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં હતો પરંતુ આ વખતે તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.

ડેવિડ વિઝા

આ સિવાય 37 વર્ષીય ડેવિડ વિઝાએ પણ મિની ઓક્શનમાં પોતાને સ્થાન આપ્યું છે. નામિબિયા તરફથી રમતા આ ખેલાડીએ આ લીગમાં 15 મેચ રમી છે. આ લીગમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ હતો. ડેવિડ વિઝા નામિબિયા પહેલા સાઉથ આફ્રિકા તરફથી રમતો હતો.

સિકંદર રઝા

ઝિમ્બામ્વેનો સિકંદર રઝાને આશા છે કે, તેમણે આઈપીએલના મિની ઓક્શનમાં કોઈ ખરીદ્યી લે, સિકંદર રઝા 36 વર્ષનો છે અને તે લિમિટેડ ઓવર ક્રિકેટમાં તે  પ્રચંડ ફોર્મમાં પણ છે.

ક્રિશ્ચિયન જોન્કર

આ સિવાય સાઉથ આફ્રિકા માટે ક્રિશ્ચિયન જોન્કરનું નામ પણ મિની ઓક્શનમાં આવશે. આ 36 વર્ષીય ખેલાડીને વર્ષ 2018માં રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી પરંતુ તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શનના આધારે તે હવે IPLમાં નસીબ અજમાવવા ગયો છે.