IPL 2022: ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બનતા વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, Video

|

Mar 12, 2022 | 9:06 PM

વિરાટ કોહલીએ ગત આઈપીએલની સિઝનમાં જ જાહેર કરી દીધું હતું કે તે આવનારી સિઝનથી સુકાની પદ પર નહીં રહે.

IPL 2022: ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બનતા વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, Video
Faf du Plassis (PC: Twitter)

Follow us on

IPL 2022 માં ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રતિક્રિયા આપી છે. બેંગ્લોરમાં શ્રીલંકા સામે પિંક બોલ ટેસ્ટ મેચમાં રમી રહેલા વિરાટ કોહલી (Virat Kohli) નો રિએક્શન વીડિયો પહેલાથી જ રેકોર્ડ કરવામાં આવ્યો છે. કોહલીએ ડુ પ્લેસિસની નિમણૂક પર ખુશી વ્યક્ત કરી હતી. RCB ના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં વિરાટ કોહલી કહેતો જોવા મળી રહ્યો છે કે, ફાફ RCBનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે અને હું એક સારા મિત્રને મારૂ સ્થાન સોંપવાથી ખુશ છું. જેને હું વર્ષોથી સારી રીતે ઓળખું છું. અમે ઘણા વર્ષોથી સંપર્કમાં છીએ. તે એવા કેટલાક લોકોમાંથી એક છે જેમની પાસેથી મને ક્રિકેટ વિશે થોડું વધુ જાણવા મળ્યું.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, ફાફ ડુ પ્લેસીસ કેપ્ટનશીપમાં હું રમવા માટે ઉત્સાહિત છું. ફાફ અને મેક્સવેલ સિવાય, જાળવી રાખવામાં આવેલ કોર ગ્રૂપમાં RCB ચાહકો માટે રોમાંચક પ્રવાસ હશે. મને લાગે છે કે આ વર્ષે અમે જે ટીમ બનાવી છે તે શાનદાર છે. ટીમ સંતુલિત અને ખૂબ જ મજબૂત લાગે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત


મહત્વનું છે કે RCB એ ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. ગયા વર્ષે IPL દરમિયાન વિરાટ કોહલીએ ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. આ પછી ટીમ સામે નવો કેપ્ટન પસંદ કરવાનો પડકાર હતો. આઈપીએલમાં ખેલાડીઓની હરાજીમાં, RCBએ ફાફ ડુ પ્લેસિસને ખરીદ્યો હતો અને ત્યાંથી તેને કેપ્ટન બનાવવા માટે દાવેદાર માનવામાં આવતો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હજુ પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ જીતવા માટે રાહ જોઇ રહ્યું છે. જોવાનું એ રહેશે કે ફાફ ડુ પ્લેસીસની કેપ્ટનશિપમાં ટીમ આવનારી સિઝનમાં કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો : IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીને કેપ્ટન જાહેર કર્યો, જુઓ વિરાટ કોહલીએ શું આપી પ્રતિક્રિયા?

આ પણ વાંચો : IPL 2022: T20 વિશ્વકપ જીતનારા ખેલાડીને KKR એ પોતાની સાથે જોડ્યો, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સનુ લેશે સ્થાન

Next Article