IPL 2022: વિરાટ કોહલી ફરી બનશે RCB નો કેપ્ટન! રવિચંદ્રન અશ્વિને બતાવ્યુ ક્યાં સુધીમાં સુકાન સંભાળી લેશે

વિરાટ કોહલી (Virat Kohli) એ ગયા વર્ષે UAE માં આયોજિત IPL 2022 સીઝનના બીજા ભાગ પછી RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ થોડા દિવસો પહેલા RCB એ ફાફ ડુ પ્લેસિસને તેમનો નવો કેપ્ટન બનાવ્યો હતો.

IPL 2022: વિરાટ કોહલી ફરી બનશે RCB નો કેપ્ટન! રવિચંદ્રન અશ્વિને બતાવ્યુ ક્યાં સુધીમાં સુકાન સંભાળી લેશે
Virat Kohli એ RCBr
| Edited By: | Updated on: Mar 24, 2022 | 11:29 AM

વિરાટ કોહલી (Virat Kohli) અને કેપ્ટનશીપ. આ શબ્દો વર્ષોથી એકબીજાના પર્યાય બની ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમથી લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ સુધી કેપ્ટનને વિરાટ કોહલીના નામ સાથે લખવું અને બોલવું એ સ્વાભાવિક પ્રક્રિયા બની ગઈ હતી. પરંતુ છેલ્લા 4-5 મહિનામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે કોહલીના હાથમાં કોઈ ટીમની કપ્તાની નથી. તેમ છતા સુકાનીપદની ચર્ચાઓમાં તેનું નામ આવવું જ રહ્યું. તાજેતરના દિવસોમાં, IPL 2022 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા કેપ્ટન (RCB Captain for IPL 2022) અંગે આવી ચર્ચા થઈ રહી હતી, જેમાં એવી અટકળો હતી કે કોહલી ફરીથી કેપ્ટન બની શકે છે. હવે આવું ભલે ન થયુ હોય, પરંતુ ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને (Ravichandran Ashwin) લાગે છે કે કોહલી ફરીથી RCB નો કેપ્ટન બની શકે છે.

લગભગ 9 સિઝન સુધી RCB ના કેપ્ટન રહ્યા બાદ કોહલીએ છેલ્લી સિઝન બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેણે ભારતીય T20 ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી. જો કે, ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આગામી ચાર મહિનામાં કોહલી કોઈપણ ફોર્મેટમાં ભારતીય કેપ્ટન નહીં બને. આવી સ્થિતિમાં IPL 2022ની સિઝન શરૂ થાય તે પહેલા એવી અટકળો અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કોહલી ફરીથી RCB નો કેપ્ટન બની શકે છે. ફ્રેન્ચાઈઝી દ્વારા જાહેરાત કરવામાં વિલંબને કારણે આવી શંકા પણ વધી હતી. જો કે, ગત 12 માર્ચે, આખરે RCBએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ફાફ ડુ પ્લેસિસને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

RCB કોહલીને ફરીથી કેપ્ટન બનાવશે

ગયા મહિને મેગા ઓક્શનમાં જ આરસીબી એ ડુપ્લેસીને ખરીદ્યો હતો અને હવે તેને આ સિઝન માટે ટીમની કપ્તાની સોંપી દીધી છે. જો કે, તેમ છતાં, અશ્વિનને લાગે છે કે વિરાટ કોહલી કદાચ આવતા વર્ષ સુધીમાં ફરીથી RCB નો કેપ્ટન બની શકે છે.

અશ્વિને પોસ્ટ કરેલા એક વિડિયોમાં આ વિશે વાત કરતા કહ્યું કે, “મને લાગે છે કે વિરાટ કોહલી છેલ્લા કેટલાક વર્ષોમાં કેપ્ટન તરીકે ઘણા દબાણમાંથી પસાર થયો છે, તેથી આ વર્ષ તેના માટે બ્રેક જેવું રહેશે અને પછી તેઓ (RCB) તેને આવતા વર્ષે ફરીથી કેપ્ટન બનાવી શકે છે.”

ડુ પ્લેસિસ તેની આઈપીએલ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે

અશ્વિનના આ મોટા દાવાનું કારણ IPLમાં ફાફ ડુ પ્લેસિસનું સંભવિત ભવિષ્ય છે. અશ્વિનનું માનવું છે કે 37 વર્ષીય ડુ પ્લેસિસ 2-3 વર્ષ માટે જ IPL રમશે અને આવી સ્થિતિમાં ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવો એ સારો પરંતુ અસ્થાયી નિર્ણય હોઈ શકે છે. અશ્વિને કહ્યું, “ફાફ કદાચ તેની IPL કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. કદાચ તે બીજા 2-3 વર્ષ રમશે. અને તેને (RCB) તેને કેપ્ટન બનાવ્યો, જે ખૂબ જ સારો નિર્ણય છે. તે તેની સાથે ઘણો અનુભવ લાવે છે અને તેણે પોતે કહ્યું છે કે અમે તેની કેપ્ટનશિપમાં એમએસ ધોનીની ઝલક જોઈ શકીએ છીએ.

 

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે