IPL 2022 : Virat Kohli એ RCB માટે તેના 7000 રન પૂરા કર્યા, ગુજરાત સામે રમી શાનદાર ઇનિંગ

|

May 20, 2022 | 12:13 PM

IPL 2022 : કોહલીએ (Virat Kohli) ગુજરાત (GT) સામે 54 બોલમાં 73 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

IPL 2022 : Virat Kohli એ RCB માટે તેના 7000 રન પૂરા કર્યા, ગુજરાત સામે રમી શાનદાર ઇનિંગ
Virat Kohli (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની વર્તમાન સિઝનમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) નું પ્રદર્શન ખાસ રહ્યું નથી. પરંતુ તેણે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે સારું પ્રદર્શન કર્યું છે. સિઝનની છેલ્લી લીગ મેચમાં વિરાટ કોહલીએ ગુજરાત સામે શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ટીમને બે મહત્વના પોઈન્ટ મેળવ્યા હતા. કોહલીએ આ ઇનિંગ દરમિયાન એક મોટી સિદ્ધિ પણ મેળવી છે.

કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) માટે પોતાના 7,000 રન પૂરા કર્યા છે. જેમાં IPL અને ચેમ્પિયન્સ લીગ T20 ના રન સામેલ છે. તે RCB માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે કોહલીએ IPL માં પોતાના 3000 રન પણ પૂરા કરી લીધા છે. તે આ જ ટીમ માટે સૌથી વધુ T20 રન બનાવનાર બેટ્સમેન પણ છે. કોહલીએ આ સિઝનમાં 2 અડધી સદી ફટકારી છે અને આ બંને અડધી સદી પણ ગુજરાત ટાઇટન્સ ટીમ સામે ફટકારી છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

કોહલીએ ગુજરાત સામે 54 બોલમાં 73 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ફાફ ડુ પ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરીને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી હતી.

 

બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ગુજરાત ટાઇટન્સ ટીમ સામે સિઝનની સૌથી મહત્વની મેચમાં બેંગ્લોર ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના અણનમ 62 રનને કારણે ગુજરાત ટાઇટન્સ ટીમે 5 વિકેટના બોગે 168 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં બેંગ્લોર ટીમ એ વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના દમ પર શાનદાર શરૂઆત કરી હતી. બેંગ્લોર ટીમના સુકાની ડુ પ્લેસિસે પણ 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. તો ઓલરાન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) એ 18 બોલમાં અણનમ 40 રન ફટકારીને મેચ 18.4 ઓવરમાં પુરી કરી દીધી હતી અને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

લીગમાં આ જીત સાથે બેંગ્લોર ટીમ ની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. હવે તેમને માત્ર આશા રાખવાની છે કે મુંબઈ ઈન્ડિયન્સ તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવશે.

Next Article