
આ પહેલા 8 ટીમોને ટુર્નામેન્ટમાં ગ્રુપ વગર ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ટીમ અન્ય ટીમો સામે 2-2 મેચ રમી હતી. પણ આ સિઝનમાં 2 નવી ટીમોનો સમાવેશ થવાના કારણે આ બદલાવ થયો છે. બંને ગ્રુપને સીડિંગ સિસ્ટમના આધાર પર બનાવવામાં આવ્યા છે. જેમાં ટીમોને એ આધાર પર રાખવામાં આવી છે કે તે કેટલીવાર ચેમ્પિયન બની છે અને કેટલીવાર ફાઇનલ રમી છે.
ઉદાહરણ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ગ્રુપમાં મુંબઈ, રાજસ્થાન, દિલ્હી અને લખનૌ સામે 2-2 મેચ રમશે. તો બીજા ગ્રુપમાં સમાન પંક્તિવાળી ટીમ હૈદરાબાદ સામે 2 મેચ રમશે. તો ચેન્નઈ, બેંગ્લોર, પંજાબ અને ગુજરાત સામે 1-1 મેચ રમશે.
આ સિઝનમાં કુલ 70 લીગ મેચ રમાડવામાં આવશે. જેમાં 55 મેચ મુંભઈમાં અને 15 મેચ પુણેમાં રમાશે. આઈપીએલ 2022 ની 20 મેચ વાનખેડે સ્ટેડિયમમાં, 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ, 20 મેચ ડી.વાઈ. પાટિલ સ્ટેડિયમ અને 15 મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિશેનના સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડી.વાઈ. પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચ, તો 3-3 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ અને પુણે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે.