IPL 2022 નું ટાઈટલ, ટીમ ઈન્ડિયામાં વાપસી કે કેપ્ટનશિપ નહીં પણ હાર્દિક પંડ્યાનું ફોકસ માત્ર આ બાબતો પર છે

|

Mar 19, 2022 | 11:05 PM

IPLની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ દ્વારા હાર્દિક પંડ્યાને તેનો પ્રથમ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLમાં હાર્દિક પહેલીવાર ટીમની કમાન સંભાળી રહ્યો છે.

IPL 2022 નું ટાઈટલ, ટીમ ઈન્ડિયામાં વાપસી કે કેપ્ટનશિપ નહીં પણ હાર્દિક પંડ્યાનું ફોકસ માત્ર આ બાબતો પર છે
Hardik Pandya (PC: IPL)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ માટે IPL 2022 ની સિઝન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં તેનું પ્રદર્શન અને તેની ફિટનેસ ટીમ ઈન્ડિયામાં તેની વાપસીથી લઈને તેનું સ્થાન મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ યાદીમાં જો કોઈ નામ ટોપ પર છે તો તે છે હાર્દિક પંડ્યાનું. ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર છેલ્લા કેટલાક મહિનાઓથી મેદાનની બહાર છે અને હવે તે IPL દ્વારા વાપસી કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ સિઝનમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં દરેક વ્યક્તિ આ સવાલ પૂછી રહ્યો છે કે આ સિઝનમાં હાર્દિક કેવી રીતે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. પરંતુ સ્ટાર ઓલરાઉન્ડરનું ધ્યાન તેના નિયંત્રણમાં રહેલી વસ્તુઓ પર છે.

હાર્દિક પંડ્યા, જે થોડા મહિનાઓ પહેલા સુધી ટીમ ઈન્ડિયાનો મુખ્ય ભાગ હતો, તે છેલ્લા ઘણા સમયથી ઇજાનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2019 માં પીઠની ઈજા પછી તેની ઇજાની શરૂઆત થઈ હતી. આ જ કારણસર તેને ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ફિટનેસની આ સમસ્યાને કારણે તે સંપૂર્ણ રીતે બોલિંગ પણ કરી શકતો નથી અને તેનાથી ટીમમાં તેની જગ્યા જોખમમાં આવી ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જોકે, 28 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ધ્યાન આ તરફ નથી. તે માને છે કે તે માત્ર હકારાત્મક માનસિકતા રાખવા અને તેના બસમાં વસ્તુઓને યોગ્ય રીતે કરવા પર છે. આઈપીએલને આપેલા ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું કે, “મને નથી લાગતું કે તે મારું પુનરાગમન થશે અથવા હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. અત્યારે હું માત્ર સકારાત્મક માનસિકતા સાથે રહેવા માંગુ છું અને હું વધુ આગળનું વિચારી નથી રહ્યો. હું ફક્ત તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જે મારા નિયંત્રણમાં છે, જે મારા શરીરને અનુકૂળ છે અને જે હું ટીમની સફળતામાં યોગદાન આપી શકું છું.”

અત્યારે માત્ર આ એક કામ પર સંપુર્ણ ધ્યાન છે

હાર્દિકને ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે પ્રથમ વખત IPL માં કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને તે તેના સાથી ખેલાડીઓ માટે વધુ સારી સ્થિતિ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. હાર્દિકે કહ્યું, “જો હું IPL માં ગુજરાત ટાઇટન્સ માટે સારો દેખાવ કરીશ તો ભવિષ્ય માટે પણ વસ્તુઓ સારી રહેશે. અત્યારે હું માત્ર એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. ટીમના ખેલાડીઓ માટે હંમેશા ઉપલબ્ધ રહેવું મારા માટે મહત્વપૂર્ણ રહેશે. હું ખેલાડીઓને તેમની પોતાની પસંદગીઓ અનુસાર રમવાની સુરક્ષા અને સ્વતંત્રતા આપવા માંગુ છું.”

IPL 2022 ને લઇને ઘણો રોમાંચિત

હાર્દિક પંડ્યા ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી મેદાનની બહાર છે. આવી સ્થિતિમાં, તે આ IPL સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ અંગે હાર્દિકે કહ્યું, હું આ IPL ની રાહ જોઈ રહ્યો છું કારણ કે હું લાંબા સમયથી રમતથી દૂર છું. મારા માટે તે ખૂબ જ રોમાંચક છે, ત્રણ મહિનાની મહેનત પછી હું ખરેખર ક્યાં છું તે જોવા મળશે. હું શીખ્યો છું કે પરિણામોથી કોઈ ફરક પડતો નથી. કારણ કે માત્ર સખત મહેનત તમને સફળતાની બાંયધરી આપતી નથી. પરંતુ યોગ્ય પ્રક્રિયા અપનાવીને તમે સફળતા મેળવી શકો છો.

BCCI ના કરારમાં પાછળ, ફિટનેસ ટેસ્ટમાં આગળ

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેવાની અસર હાર્દિકના કોન્ટ્રાક્ટ પર પણ પડી છે. બીસીસીઆઈનો વાર્ષિક કરારમાં હાર્દિક એ ગ્રેડમાંથી સરકીને સી ગ્રેડમાં આવી ગયો છે. તેણે તાજેતરમાં જ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે તેની ફિટનેસ ટેસ્ટ આપી હતી અને બોલિંગમાં હાથ અજમાવવાની સાથે ‘યો-યો’ ટેસ્ટ આરામથી પાસ કરી હતી. હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ, ગુજરાત ટાઇટન્સ 28 માર્ચે તેમના IPL અભિયાનની શરૂઆત કરશે અને તેની પહેલી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે.

આ પણ વાંચો : AUSW vs INDW : ભારતીય ટીમની હાર છતાં મિતાલી રાજે આ મામલામાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું

આ પણ વાંચો : WI vs ENG: James Anderson સૌથી વધુ વિકેટ લેનાર નંબર 1 ફાસ્ટ બોલર, ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થતા નારાજ થયો

Next Article