IPL 2022: મુંબઈ અને ચેન્નાઈના આ 3 ખેલાડીઓ એકલા હાથે મેચનો પાસો પલટી શકે છે

|

Mar 23, 2022 | 9:18 PM

MI v CSK ત્રણ મહત્વના ખેલાડીઓ વચ્ચેની ટક્કર : જ્યારે રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને 4 વખતની IPL વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે હોય છે, ત્યારે મેચનો રોમાંચ ચરમસીમાએ હોય છે.

IPL 2022: મુંબઈ અને ચેન્નાઈના આ 3 ખેલાડીઓ એકલા હાથે મેચનો પાસો પલટી શકે છે
IPL 2022

Follow us on

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (CSK v MI)એ IPLની બે સૌથી સફળ ટીમો છે. IPLની પ્રથમ સિઝનથી જ બંને ટીમો સતત સારું પ્રદર્શન કરી રહી છે. ક્રિકેટમાં બંને ટીમો વચ્ચેની મેચ ‘અલ ક્લાસિકો’ (EL Clasico) તરીકે ઓળખાય છે. રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ પર મુંબઈનું પલ્લું ભારે છે. બંને ટીમો IPLમાં 25 વખત સામ સામે આવી ચુકી છે. જેમાંથી મુંબઈ 13 વખત જીત્યું છે. 23 એપ્રિલ 2008ના રોજ આ લીગમાં બંને ટીમો પ્રથમ વખત સામ સામે આવી હતી. ત્યારબાદ હાઈ-સ્કોરિંગ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની (MS Dhoni) કપ્તાનીમાં CSKએ મુંબઈને 6 રનથી હરાવ્યું હતું.

IPL 2022ની 15મી આવૃત્તિની 33મી લીગ મેચમાં બંને ટીમો ફરી એકવાર ટકરાશે. એટલે કે આ સિઝનમાં મુંબઈ અને ચેન્નાઈ 21 એપ્રિલે સામ સામે ટકરાશે. આ મેચ ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી, મુંબઈમાં રમાશે. આવી સ્થિતિમાં ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી શકે છે. ચાલો જાણીએ કે બંને ટીમોમાં એવા કયા ખેલાડીઓ છે જે એકલા પોતાના દમ પર મેચને પલટવામાં સક્ષમ છે.

ઋતુરાજ ગાયકવાડ vs જસપ્રીત બુમરાહ

યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 58 બોલમાં 88 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પ્રતિભાશાળી ઓપનર તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. તે મેચમાં ચેન્નાઈનો 20 રને વિજય થયો હતો. બુમરાહની છેલ્લી બે ઓવરમાં ગાયકવાડે ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પ્રારંભિક અને ડેથ ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો છે. છેલ્લી વખત જ્યારે બંને ટીમો આમને સામને આવી હતી, ત્યારે બુમરાહે 2 વિકેટ પોતાના નામે કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

IPL 2021ની 14મી સિઝન ગાયકવાડ માટે શાનદાર રહી. તેણે 16 ઈનિંગ્સમાં 635 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી એક સદી અને 4 અડધી સદી આવી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ તેને ઓરેન્જ કેપ આપવામાં આવી હતી. બુમરાહની વાત કરીએ તો તેણે 14 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં આગામી સિઝનમાં બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ જોવા મળી શકે છે.

કેરોન પોલાર્ડ vs રવિન્દ્ર જાડેજા

વેસ્ટ ઈન્ડિઝનો મજબૂત ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ IPL 2021ની ગ્રુપ મેચોમાં શાનદાર ફોર્મમાં હતો. મુંબઈની ટીમ જ્યારે 218 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે તેણે એક સમયે 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પોલાર્ડે CSK બોલરોને ધોઈ નાખ્યા હતા. ત્યાર પછી ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ તેની પ્રથમ બે ઓવરમાં માત્ર 9 રન જ ખર્ચ્યા અને સૂર્યકુમાર યાદવની મહત્વની વિકેટ લીધી. પોલાર્ડે જાડેજાની એક ઓવરમાં 20 રન ફટકાર્યા હતા. જેમાં 3 સિક્સર સામેલ હતી. તે મેચ મુંબઈએ છેલ્લા બોલે જીતી લીધી હતી.

આમ છતાં આઈપીએલ 2021માં રવિન્દ્ર જાડેજાની ઈકોનોમી 7.06 હતી. તેણે 16 મેચમાં કુલ 13 વિકેટ લીધી હતી. ડાબોડી બેટ્સમેન જાડેજાએ પણ 227 રન બનાવ્યા હતા. બીજી તરફ જમણા હાથના બેટ્સમેન પોલાર્ડે 245 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા vs દિપક ચહર

ફાસ્ટ બોલર દિપક ચહર IPL 2022ની શરૂઆતની મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી નહીં શકે. જમણા હાથના ફાસ્ટ બોલર આગામી લીગની મધ્યમાં CSK ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે. ઈજાગ્રસ્ત ચહર હાલમાં એનસીએમાં ક્વોરન્ટાઈનમાં છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ઈનિંગની શરૂઆત કરશે. બીજી તરફ દિપક ચહર નવા બોલ સાથે બોલિંગ કરતો જોવા મળશે. જમણા હાથના ઝડપી બોલર ચહર પાસે નવા બોલ સાથે બોલને સ્વિંગ કરવાની શાનદાર કળા છે.

29 વર્ષના દિપક ચહર માટે IPLની છેલ્લી સિઝન શાનદાર રહી હતી. ચહરે 15 મેચમાં 14 વિકેટ લીધી હતી. બીજી તરફ રોહિતે મુંબઈ માટે 14 મેચમાં 381 રન બનાવ્યા હતા. બંને ભારતીય ખેલાડીઓ વચ્ચે ધમાકેદાર સ્પર્ધા થશે.

આ પણ વાંચો : IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું વિશ્લેષણઃ બોલિંગ વિભાગ મજબુત પણ બેટિંગ વિભાગમાં દમ નથી જોવા મળી રહ્યો

આ પણ વાંચો : IPL 2022: રાજસ્થાન રોયલ્સ ટીમનું વિશ્લેષણઃ સંજુ સેમસનની ટીમ પાસે ચેમ્પિયન બનવા માટેના છે દરેક હથિયાર

Published On - 9:17 pm, Wed, 23 March 22

Next Article