IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ મુશ્કેલીમાં, સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત, આગામી મેચ રમવી મુશ્કેલ

|

May 02, 2022 | 3:35 PM

IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની (SRH) ટીમ 13 રને હારી ગયું હતું. આ હાર સાથે હૈદરાબાદ ટીમનું પ્લે ઓફની રેસ વધુ મુશ્કેલ બની રહેશે.

IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ મુશ્કેલીમાં, સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત, આગામી મેચ રમવી મુશ્કેલ
Sunrisers Hyderabad (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ધીમી શરૂઆત પછી ગતિ પકડનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) પ્લે ઓફની રેસમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ લીગની પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સામે તેની 13 રને હાર થઇ હતી. આ કારણે પ્લે ઓફમાં પહોંચવા માટે હૈદરાબાદ ટીમ માટે વધુ પડકારજનક બની ગઈ છે. મહત્વનું છે કે આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વોશિંગ્ટન સુંદર (Washington Sunder) ને રમાડી શક્યા ન હતા અને આગામી મેચમાં પણ હૈદરાબાદ આ ખેલાડીને રમાડી શકશે નહીં. આથી આગામી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વોશિંગ્ટન સુંદરનું રમવું શંકાસ્પદ છે.

હૈદરાબાદ ટીમના મુખ્ય કોચ ટોમ મૂડી (Tom Moody) એ ખુલાસો કર્યો કે વોશિંગ્ટન સુંદર (Washington Sunder) ને તે જ હાથે ફરીથી ઈજા થઈ છે જે હાથેથી તે બોલિંગ કરે છે. તેથી જ તે ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ સામે બોલિંગ કરી શક્યો ન હતો. વોશિંગ્ટન તેની હાથની ઇજાને કારણે 3 મેચમાંથી બહાર થયા બાદ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે પુનરાગમન કર્યું હતું. પરંતુ ચેન્નઈ સામે ફિલ્ડિંગ કરતી વખતે તેણે ફરીથી તે જ હાથને ઇજા પહોંચાડી હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

વોશિંગટન સુંદર બહાર હોવાના કારણે ટીમની બોલિંગ પ્રભાવિત થઇ હતી

મહત્વનું છે કે ઇજાના કારણે વોશિંગટન સુંદર ચેન્નઈ ટીમ સામે મેચમાં નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. આ કારણથી તે માત્ર 2 બોલનો સામનો કરી શક્યો હતો. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં મૂડીએ કહ્યું કે સુંદરને તેના બોલિંગ હાથની ઈજા દુર્ભાગ્યપૂર્ણ હતી. તેણે કહ્યું કે આ પહેલા તેની ઇજામાંથી સંપુર્ણપણે બહાર આવી ગયો હતો. પરંતુ તે જ હાથ ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, મૂડીએ કહ્યું કે ટાંકા લેવાની જરૂર નથી. ઈજાના કારણે વોશિંગ્ટન બોલિંગ કરવાની સ્થિતિમાં ન હતો અને તેની અસર બોલિંગ પર થઈ હતી.

નટરાજન પણ ઇજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું

એટલું જ નહીં, ટી નટરાજન પણ ઈજાના કારણે ચેન્નઇ સામેની મેચ દરમ્યાન અધવચ્ચેથી મેદાનની બહાર જોત રહ્યો હતો. આવી સ્થિતિમાં સુકાની કેન વિલિયમસને એડન માર્કરામ અને શશાંક સિંહ પાસેથી બોલિંગ કરવી પડી હતી. બંનેએ 4 ઓવરમાં કુલ 46 રન આપ્યા.

Next Article