IPL 2022: શ્રેયસ અય્યરે પોતાનો મનપસંદ બેટિંગ ઓર્ડર જાહેર કર્યો, પરંતુ ટીમ માટે બલિદાન આપવા તૈયાર છે

|

Mar 22, 2022 | 11:17 PM

આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કરશે અને તેના ત્રીજા ટાઈટલ માટે પ્રયાસ કરશે.

IPL 2022: શ્રેયસ અય્યરે પોતાનો મનપસંદ બેટિંગ ઓર્ડર જાહેર કર્યો, પરંતુ ટીમ માટે બલિદાન આપવા તૈયાર છે
Shreyas Iyer (PC: KKR)

Follow us on

બે વારની વિજેતા અને ગયા વર્ષની ઉપવિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) નવા કેપ્ટનના નેતૃત્વમાં IPL 2022 માં ભાગ લેશે. શ્રેયસ અય્યર, જેણે પોતાની કપ્તાનીમાં દિલ્હી ફ્રેન્ચાઇઝીને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડી હતી, તે આ સિઝનમાં કોલકાતાની કેપ્ટનશીપ કરશે. કોલકાતાએ આ ખેલાડીને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની કેપ્ટનશિપની સાથે સાથે તેની બેટિંગ પણ ટીમમાં મોટી ભૂમિકા ભજવશે. અય્યરે તાજેતરમાં જ શ્રીલંકા સામેની T20 શ્રેણી અને ત્યારબાદ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી.

ટીમ ઈન્ડિયામાં શ્રેયસ અય્યર મર્યાદિત ઓવરોમાં નંબર-4 અને ટેસ્ટમાં પાંચમા નંબરે બેટિંગ કરે છે. પરંતુ શ્રેયસ અય્યરે હવે તેની પસંદગીનો બેટિંગ ઓર્ડર જાહેર કર્યો છે. પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે તે કોઈપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છે.

શ્રેયસ અય્યરે જાહેર કર્યો તેની પસંદગીનો બેટિંગ ઓર્ડર

શ્રેયસ અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વિડિયોમાં કહ્યું, “તમે તમારી જાતને એન્કર તરીકે રજૂ કરી શકતા નથી. તે ખૂબ જ અલગ હોઈ શકે છે. કોઈ દિવસ હું પાવર હિટર હોઈ શકું અને કોઈ બીજા દિવસે કોઈ અન્ય ખેલાડી હોઈ શકે જે એન્કરની ભૂમિકા ભજવી શકે. પરિસ્થિતિના આધારે હોદ્દા અને ભૂમિકાઓ બદલાઈ શકે છે. તમે ઇનિંગ્સને એન્કર કરવા માટે કોઈ એક ખેલાડી પર આધાર રાખી શકતા નથી. જો તમારો દિવસ છે, તો તમારે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે અને જોવું પડશે કે તમે ટીમ માટે મેચ જીતી શકો છો કે નહીં.”

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તેણે કહ્યું, “ટીમના તમામ ખેલાડીઓએ જવાબદારી લેવી પડશે કે તમે જાઓ અને ટીમને મેચો જીતાડો. મારા માટે, વ્યક્તિગત રીતે હું નંબર 3 પર બેટિંગ કરવા માંગુ છું. હું લાંબા સમયથી આ નંબર પર બેટિંગ કરી રહ્યો છું. જોકે ટીમ માટે હું ગમે તે નંબર પર બેટિંગ કરવા તૈયાર રહીશે. હું એક્સપ્લોર કરવા માટે તૈયાર છું.”

કેકેઆરની આ વાત ઘણી પસંદ છે

કેકેઆરના વખાણ કરતા ઐયરે કહ્યું, “કેકેઆર ખૂબ જ આક્રમક રહી છે અને તે ખૂબ જ નીડર પણ છે. આ ટીમ પહેલા બોલથી જ આક્રમક રહે છે. જ્યારે પણ હું બેટિંગ કરવા જાઉં છું ત્યારે મારી માનસિકતા એવી જ હોય ​​છે. જ્યારે હું કેપ્ટનશીપ કરું છું ત્યારે મને મારા ખેલાડીઓ પાસેથી એવી જ ઉર્જા જોઈએ છે.”

આ પણ વાંચો : IPL 2022: પ્રિયાંક પંચાલ ગુજરાત ટાઇટન્સ ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે જોડાયો

આ પણ વાંચો : IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ ‘જડબાતોડ’ જવાબ વાળી મોં બંધ કરી દીધુ

Published On - 7:48 pm, Sun, 20 March 22

Next Article