IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન

|

Mar 26, 2022 | 11:15 PM

ઋષભ પંત અને શ્રેયસ અય્યર હાલ ટીમ ઇન્ડિયાના મહત્વના ખેલાડી છે અને આઈપીએલમાં પોત પોતાની ટીમનું સુકાની પદ સંભાળી રહ્યા છે.

IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન
Shreyas Iyer and Rishabh Pant (File Photo)

Follow us on

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોસ ટેલરે (Ross Taylor) જણાવ્યું છે કે કયા બે દિગ્ગજ ભારતીય ક્રિકેટરો છે જે આવનારા વર્ષોમાં વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે. રોસ ટેલરના મતે ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) અને યુવા ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer) આગામી પાંચ-છ વર્ષમાં આખી દુનિયા પર રાજ કરશે. ઋષભ પંત અને શ્રેયસ અય્યરની વાત કરીએ તો આ બંને ભારતના શ્રેષ્ઠ યુવા બેટ્સમેન છે. ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી છે અને ટીમ માટે ઘણી મેચો જીતી છે. તે જ સમયે, શ્રેયસ અય્યરે T20 અને વન-ડે ક્રિકેટમાં પણ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે.

શ્રેયસ અય્યર અને રુષભ પંત ભવિષ્યના સુપર સ્ટાર છેઃ રોસ ટેલર

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં રોસ ટેલરે કહ્યું, મને નથી લાગતું કે તમે હવે ઋષભ પંતને યુવાન કહી શકો. તે લાંબા સમયથી રમી રહ્યો છે. શ્રેયસ અય્યર વિશે વાત કરતી વખતે તેણે કહ્યું કે, મેં તેને કદાચ 2016-17 માં પહેલીવાર જોયો હતો. અમે મુંબઈમાં વોર્મ-અપ મેચ રમી હતી અને અય્યરે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી. અલબત્ત તમામ ભારતીય ખેલાડીઓ સ્પિન ખૂબ જ સારી રીતે રમે છે. પરંતુ તેઓ જે રીતે આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા છે તે ઘણું શાનદાર છે.

લાલ બોલના ક્રિકેટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ તે ફોર્મેટમાં પણ તે સાચો સાબિત થયો છે. આ સિવાય તે હવે KKR નો કેપ્ટન બની ગયો છે અને આ વધારાની જવાબદારી તેના માટે ઘણી સારી રહેશે. તેને બ્રેન્ડન મેક્કુલમ અને અન્ય અનુભવી ખેલાડીઓ પાસેથી ઘણી શીખવાની તક મળે છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

રોસ ટેલરે વધુમાં કહ્યું કે, “કાયલ જેમિસન ન્યુઝીલેન્ડ ક્રિકેટનું ભવિષ્ય છે. જો કે, જો આપણે શ્રેયસ અય્યર અને ઋષભ પંતની વાત કરીએ તો આવનારા 5-6 વર્ષમાં તેઓ માત્ર ભારતીય ક્રિકેટના જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના સુપરસ્ટાર બનવાના છે.”

આ પણ વાંચો : MI vs DC IPL 2022 Prediction: રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડશે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ, જોવા જેવી જામશે ટક્કર

આ પણ વાંચો : IPL 2022: ચેન્નઇએ કોલકાતાને જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો, ધોનીની શાનદાર અડધી સદી

Next Article