IPL 2022 કાર્યક્રમ જાહેર: 65 દિવસમાં રમાશે કુલ 74 મેચ, જાણો પહેલી મેચ કઇ ટીમો વચ્ચે રમાશે

|

Mar 06, 2022 | 5:51 PM

IPL 2022 ની 70 મેચ મહારાષ્ટ્રના મુંબઈના વાનખેડે અને ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં 20-20 મેચ અને પુનાના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15 મેચ રમાશે.

IPL 2022 કાર્યક્રમ જાહેર: 65 દિવસમાં રમાશે કુલ 74 મેચ, જાણો પહેલી મેચ કઇ ટીમો વચ્ચે રમાશે
Tata IPL 2022

Follow us on

IPL 2022 નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ઘણી રાહ જોયા બાદ ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે આ સિઝનથી આઈપીએલમાં 8 ને બદલે 10 ટીમો મેદાન પર ઉતરશે. જેમાં બે નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમો છે. સખત બાબો-બબલમાં આ લીગ મહારાષ્ટ્રના 2 શહેર મુંબઈ અને પુણેમાં રમાશે. આ 2 શહેરોમાં કુલ 4 મેદાન પર આઈપીએલ 2022 ની કુલ 70 મેચ રમાશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમને જણાવી દઇએ કે આઈપીએલ 2022 (IPL 2022) ની શરૂઆત 26 માર્ચ 2022 શનિવારથી થઇ રહી છે. જેમાં કુલ 70 મેચમાંથી 12 મેચ ડબલ હેડરમાં રમાશે. જેમાં પહેલી મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચના રોજ રમાશે. જ્યારે લીગ સ્ટેજની અંતિમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ટીમ વચ્ચે 22 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

આઈપીએલ 2022 માં લીગ સ્ટેડિયમાં કુલ 70 મેચ રમાશે. આ 70 મેચ મહારાષ્ટ્રના બે શહેર મુંબઈ અને પુનામાં કુલ ત્રણ સ્ટેડિયમમાં રમાશે. જેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં કુલ 20-20 મેચ રમાશે. જ્યારે 15 મેચ પુણેના સ્ટેડિયમમાં રમાશે. આમ સંપુર્ણ લીગ કુલ 65 દિવસ ચાલશે.

આ પણ વાંચો : શેન વોર્ને પ્રથમ IPL ટ્રોફી જીતી હતી

આ પણ વાંચો : IPL 2022: આ દિગ્ગજને મળી શકે છે RCBની કમાન, 7 વર્ષ બાદ ટીમમાં થઈ છે વાપસી

Published On - 5:46 pm, Sun, 6 March 22

Next Article