RR vs DC, IPL 2022: રિયાન પરાગની અડધી સદી વડે બેંગ્લોર સામે રાજસ્થાને 145 નુ લક્ષ્ય રાખ્યુ, સિરાજ, હસરંગા અને હેઝલવુડની જમાવટ

|

Apr 26, 2022 | 10:21 PM

રાજસ્થાનને જેની પર આશા હતા એ જ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોસ બટલર પણ આજે સસ્તામાં વિકેટ ગુમાવી હતી. સંઘર્ષ પૂર્ણ રમત વડે રાજસ્થાને સન્માનજક સ્કોર ખડક્યો હતો

RR vs DC, IPL 2022: રિયાન પરાગની અડધી સદી વડે બેંગ્લોર સામે રાજસ્થાને 145 નુ લક્ષ્ય રાખ્યુ, સિરાજ, હસરંગા અને હેઝલવુડની જમાવટ
Riyan Parag એ શાનદાર અડધી સદી ફટકારી

Follow us on

IPL 2022 ની 39મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore vs Rajasthan Royals) બંને આમને સામને છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી, આમ રાજસ્થાન ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતર્યુ હતુ. પરંતુ રાજસ્થાન માટે આજે બેટીંગ માટે દિવસ સારો રહ્યો નહોતો. બેટ્સમેનોએ રાજસ્થાનના ચાહકોને શરુઆત થી જ નિરાશ કર્યા હતા. એક બાદ એક બેટ્સમેન પોતાની વિકેટ સસ્તામાં ગુમાવી રહ્યા હતા. જોકે રિયાન પરાગે (Riyan Parag) શાનદાર અડઘી સદી ફટકારી હતી. તો બીજી તરફ સિરાજ (Wanindu Hasaranga) , હસરંગા અને હેઝલવુડની તીકડીએ પણ મુસિબત સર્જી હતી.

રિયાન પરાગે રાજસ્થાનની લાજ રાખવા રમત રમી દર્શાવી હતી. એક તરફ એક બાદ એક બેટ્સમેનો વિકેટ ગુમાવી રહ્યા હતા, એવા સમયે તેણે ક્રિઝ પર છેડો સાચવી રાખવા સાથે ઝડપથી સ્કોર બોર્ડ ફેરવવાની જવાબદારી પણ નિભાવી હતી. પરાગે 31 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

જોસ બટલર અને દેવદત્ત પડિકલની ઓપનીંગ જોડી 11 રન સુધી જ ક્રિઝ પર જોડાયેલી રહી હતી. પડિકલના રુપમાં રાજસ્થાને પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે માત્ર 7 રન કરીને પરત ફર્યો હતો. ત્યાર બાદ રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો. જેણે રમત ઝડપી રમવા પ્રયાસ કર્યો હતો, પરંતુ 9 બોલમાં 17 રન 4 ચોગ્ગાની મદદ થી ફટકારીને સિરાજનો શિકાર બન્યો હતો. જોસ બટલર પણ 8 રન નોંધાવીને પરત ફર્યો હતો. તે હેઝલવુડની જાળમાં ફસાઈ ગયો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જોકે બાદમાં ટીમના કેપ્ટન સંજુ સેમસને ઈનીંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઝડપી બેટ પણ ગુમાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સેમસન જોકે વાનિન્દુ હસારંગાના બોલને ઓળખવામાં થાપ ખાઈ જતા બોલ્ડ થયો હતો. તેણે 21 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. ડેરિલ મિશેલે 24 બોલમાં 16 રન નોંધાવ્યા હતા. સિમરોન હેટમાયરે 3 રન અને ટ્રેન્ટ બોલે 5 રન નોંધાવ્યા હતા. રિયાન પરાગે સારો પ્રયાસ કર્યો હતો.

તિકડીએ જમાવટ કરી

સિરાજ, હસરંગા અને હેઝલવુડે ધમાલ મચાવી હતી. આ તિકડીએ જ રાજસ્થાનની મુશ્કેલીને વધારી દીધી હતી. ત્રણેય બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. સાથે કસીને બોલીંગ કરવા પ્રયાસ કર્યો હતો. હર્ષલ પટેલે એક વિકેટ મેળવી હતી. શાહબાઝ અહેમદને એક પણ વિકેટ મળી નહોતી અને તેમે 3 ઓવરમાં જ 35 રન ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત

આ પણ વાંચો : IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 9:16 pm, Tue, 26 April 22

Next Article