મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ કહ્યું કે, “કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ વિશે નિર્દેશ કરવો મુશ્કેલ છે. મોટા લક્ષ્યોનો પીછો કરવા માટે મોટી ભાગીદારીની જરૂર હોય છે. અમે આજે આમ કરવામાં નિષ્ફળ ગયા. આ માટે કોઈ ચોક્કસ કારણ નથી. અમે પ્રયાસ કરીએ છીએ અને ટીમને અમારી સમક્ષ મૂકીએ છીએ. તેઓ (લખનૌ) ખૂબ શાનદાર બેટિંગ કરે છે અને તેમના ટોચના બોલરોને પાછળ રાખવા મહત્વપૂર્ણ છે. અમે હંમેશા બુમરાહને બેક એન્ડ માટે રાખવાનો પ્રયાસ કરીએ છીએ, તેણે ખૂબ જ સારી બોલિંગ કરી પરંતુ બાકીના બોલરોએ થોડું વધારે સારૂ પ્રદર્સન કરવાની જરૂર છે.
Captain speaks.#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvLSG @ImRo45 pic.twitter.com/ko84Itgb3Z
— Mumbai Indians (@mipaltan) April 16, 2022
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 26મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. લખનૌની ટીમના કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલે (KL Rahul) શાનદાર સદી ફટકારી હતી. 20 ઓવરમાં લખનૌએ 200 રનનો સ્કોર 4 વિકેટે ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ એ ચડાવ ઉતાર વાળી રમત દર્શાવી હતી. પરંતુ અંતમાં લખનૌનો વિજય થયો હતો. પોલાર્ડની રમતે મેચને અંતમાં રોમાંચક બનાવી હતી, પોલાર્ડનો સંઘર્ષ મુંબઈને વિજય સુધી લઈ જઈ શક્યો ન હતો.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર પર બેન સ્ટોક્સે આપ્યું નિવેદન, આ ખેલાડીની માફી માગી
આ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો