IPL 2022 : રોબિન ઉથપ્પા આ ખાસ ક્લબમાં જોડાઈ શકે છે, રેકોર્ડ તોડવા માટે અડધી સદી ફટકારવી પડશે

|

May 01, 2022 | 4:02 PM

SRH vs CSK : આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આમાં રોબિન ઉથપ્પા એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

IPL 2022 : રોબિન ઉથપ્પા આ ખાસ ક્લબમાં જોડાઈ શકે છે, રેકોર્ડ તોડવા માટે અડધી સદી ફટકારવી પડશે
Rohin Uthappa (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. ચેન્નાઈએ આ સિઝનમાં બહુ સારું પ્રદર્શન કર્યું નથી. ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે અને માત્ર 2 મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદે 8 માંથી 5 મેચ જીતી છે. ચેન્નાઈના ખેલાડી રોબિન ઉથપ્પા (Robin Uthappa) માટે આ મેચ ખાસ રહેવાની છે. ઉથપ્પા આ મેચમાં પોતાની કારકિર્દીના 5000 IPL રન પૂરા કરી શકે છે. તેની પાસે રેકોર્ડ બનાવવાની તક છે.

ચેન્નઈ ટીમના અનુભવી ખેલાડી રોબિન ઉથપ્પા હૈદરાબાદ સામે રમાનારી મેચમાં IPL ના 5000 પૂરા કરી શકે છે. આ માટે તેણે અડધી સદી ફટકારવી પડશે. તે આ રેકોર્ડથી માત્ર 50 રન પાછળ છે. જો રોબિન ઉથપ્પા આ રેકોર્ડ બનાવશે તો તે આવું કરનાર 7 મો ખેલાડી બની જશે.

રોબિન ઉથપ્પાએ અત્યાર સુધી કુલ 201 IPL મેચ રમી છે. આ મેચમાં તેણે કુલ 4950 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 અડધી સદી ફટકારી છે. IPL માં રોબિન ઉથપ્પાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 88 રન છે. તે હૈદરાબાદ સામે 5 હજાર પૂરા કરીને રેકોર્ડ બનાવી શકે છે. મહત્વનું છે કે ચેન્નઈ સુપર કિંગ્સને હવે આઈપીએલ 2022 માં પ્લે ઓફમાં પહોંચવા માટે બાકી રહેલ તમામ મેચ જીતવા પડશે. ચેન્નઈ ટીમે હજુ સુધી રમેલી 8 મેચમાં 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે માત્ર 2 જ મેચમાં જીત મળી છે. આમ ગત ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને ટાઇટલ જાળવી રાખવા માટે આવનારી તમામ મેચ જીતવી જરૂરી રહેશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

IPL માં સૌથી વધુ રન કરનાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે

જો આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી (Virat Kohli) આમાં પહેલા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 217 મેચમાં 6469 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 43 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં શિખર ધવન બીજા સ્થાને છે. શિખર ધવને 201 મેચમાં 6091 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્મા 5766 રન સાથે ત્રીજા સ્થાને છે. આ સાથે જ ચેન્નાઈના પૂર્વ ખેલાડી સુરેશ રૈના 5માં સ્થાન પર છે. રૈનાએ 205 મેચમાં 5528 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : IPL 2022: ઈરફાન પઠાણે રાજસ્થાનના સુકાની સંજુ સેમસનની કેપ્ટનશીપને લઈને ઉઠાવ્યા અનેક પ્રશ્નો

આ પણ વાંચો : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે

Next Article