દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની હારનું દર્દ પિડાવી જ રહ્યુ હતું કે ત્યાં તો લાખો રૂપિયાના નુકસાનના સમાચારે ઋષભ પંત (Rishabh Pant) અને તેની ટીમને હચમચાવી દીધા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) દ્વારા હાર મેળવ્યા પછી કેપ્ટન પંતને ભારે ફટકો પડ્યો હતો, જેમાં તેને 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પણ ક્યારે, ક્યાં અને કેવી રીતે? તો આ સવાલનો જવાબ એ જ મેદાન સાથે જોડાયેલો છે, જેના પર ડાબોડી વિકેટકીપર બેટ્સમેન અને કેપ્ટનની ટીમ દિલ્હી કેપિટલ્સે મેચ રમતી વખતે હાર જોઈ હતી. IPL 2022 ની 15 મી મેચ અંતમાં રોમાંચક બની હતી, પરંતુ આયુષ બદોનીએ વિજયી છગ્ગો લગાવીને દિલ્હીની હાર લખી દીધી હતી.
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં દિલ્હીની 3 મેચમાં આ બીજી હાર હતી. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સે તેની ચોથી મેચ રમતા ત્રીજી જીત નોંધાવી હતી. પરંતુ, કેએલ રાહુલની ટીમની જીત બાદ ઋષભ પંતને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઋષભ પંતને 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તેને તેની ટીમ દિલ્હી કેપિટલ્સની મેચમાં ધીમી બોલિંગને કારણે આ હાર સહન કરવી પડી છે. IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ સાથે ધીમો ઓવર રેટનો આ પહેલો મામલો છે. દરમિયાન, આ ત્રીજી ટીમ છે, જેના કેપ્ટનને ધીમી બોલિંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ સ્લો ઓવર રેટનો ભોગ બની ચૂકી છે, જેના માટે કેપ્ટન રોહિત શર્મા અને કેન વિલિયમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે જો જોવામાં આવે તો 12 લાખ રૂપિયાનું નુકસાન સહન કરનાર પંત IPL 2022 માં અત્યાર સુધીનો ત્રીજા કેપ્ટન છે.
દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 149 રન બનાવ્યા હતા. આમાં કેપ્ટન ઋષભ પંતે 36 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 150 રનનો ટાર્ગેટ હતો. દિલ્હીને અહીંથી મેચ જીતવા માટે આઈપીએલમાં પોતાનો ઈતિહાસ બદલવો પડે એમ હતુ, જે તે કરી શક્યું નહીં. વાત જાણે એમ છે કે 150 થી ઓછા રનનો કુલ બચાવ કરતી વખતે દિલ્હી ક્યારેય IPL જીત્યું ન હતું અને આ મેચમાં પણ એવું જ થયું હતું. લખનૌ સુપર જાયન્ટ્સે સ્કોરનો પીછો કરતા 2 બોલ પહેલા જ તેને 6 વિકેટથી હાર આપી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-