IPL 2022, RCB vs CSK Prediction Playing XI: બેંગ્લોરને હરાવવા ચેન્નાઈ કરી શકે છે 2 ફેરફાર, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

|

May 04, 2022 | 3:49 PM

RCB vs CSK IPL 2022: બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ (CSK) વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. આ પહેલા ચેન્નાઈએ સિઝનમાં બેંગ્લોરને 23 રને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું.

IPL 2022, RCB vs CSK Prediction Playing XI: બેંગ્લોરને હરાવવા ચેન્નાઈ કરી શકે છે 2 ફેરફાર, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
RCB vs CSK (PC: TV9)

Follow us on

બુધવાર 4 મેના રોજ IPLની 2 સૌથી પ્રખ્યાત ટીમો પુણેના MCA સ્ટેડિયમમાં ટકરાશે. એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) હશે તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) ટીમ હશે. આવી 2 ટીમો જેમનું IPL 2022માં પ્રદર્શન આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેમના રેકોર્ડથી સંપૂર્ણપણે અલગ છે. બેંગ્લોરે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કરતાં વધુ જીત નોંધાવી છે અને તે પ્લેઓફની રેસમાં છે. જ્યારે ચેન્નાઈની સ્થિતિ ખરાબ છે. જો કે તાજેતરની મેચોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે અને એમએસ ધોનીની (MS Dhoni) કેપ્ટનશીપમાં વાપસી સાથે ચેન્નાઈની સ્થિતિમાં વધુ સુધારો થવાની આશા છે. આ સાથે જ બેંગ્લોરને સતત હાર મળી છે. આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે અને ટીમોમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવુ રહ્યું.

ચેન્નાઈને આ સિઝનમાં 9 મેચમાં માત્ર 3 જીત મળી છે. જેમાં છેલ્લી 3 મેચમાં 2 જીત મળી છે. જેમાં મુંબઈ અને હૈદરાબાદને ચેન્નાઈએ હરાવ્યું હતું. ટીમનો પ્રથમ વિજય બેંગ્લોર સામે જ થયો હતો. તે જ સમયે બેંગ્લોરે પ્રથમ 7 મેચમાંથી 5માં જીત મેળવી હતી. પરંતુ છેલ્લી 3 મેચમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે તેને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ મેચમાં ચેન્નાઈ બેંગ્લોર કરતા ઘણી સારી લય સાથે મેદાનમાં ઉતરશે.

બેંગ્લોરની ટીમ બદલાવ નહીં કરે

હવે વાત કરીએ પ્લેઈંગ ઈલેવન વિશે. બેંગ્લોર આ સિઝનમાં વધુ બદલાયું નથી અને છેલ્લી 3 મેચોના ખરાબ પ્રદર્શન છતાં તેજ ટીમને યથાવત રાખી શકે છે. ટીમના બેટ્સમેનોએ પૂરી તાકાત બતાવી નથી. પરંતુ ગુજરાત સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી રંગમાં આવતો જોવા મળ્યો હતો. જ્યારે રજત પાટીદાર અને મહિપાલ લોમોર્ડે પોતાની પસંદગીને સાચી સાબિત કરી હતી. સુકાની ફાફ ડુ પ્લેસિસ પણ પૂરા રંગમાં નથી. તેથી અહીં કોઈ ફેરફાર થશે નહીં. ટીમની બોલિંગમાં માત્ર મોહમ્મદ સિરાજ જ મોંઘો સાબિત થઈ રહ્યો છે. પરંતુ અહીં પણ બદલાવની કોઈ શક્યતા નથી. એટલે કે અગાઉની મેચ હાર્યા બાદ પણ ટીમ એ જ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

દુબે અને બ્રાવોની વાપસી થઈ શકે છે

ચેન્નાઈની વાત કરીએ તો હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ટીમની બેટિંગ સંપૂર્ણ રંગમાં હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ફોર્મમાં પરત ફરતો જણાયો હતો. જ્યારે ડેવોન કોનવેએ બીજા ઓપનરની સમસ્યા દૂર કરી છે. આ ટીમની બેટિંગને ઊંડાણ આપે છે. કારણ કે રોબિન ઉથપ્પા, શિવમ દુબે અને અંબાતી રાયડુ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે દુબે ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તે વાપસી કરશે. આ સાથે જ ડ્વેન બ્રાવો પણ છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો હતો અને તેની વાપસી પણ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં મિશેલ સેન્ટનર અને સિમરજીત સિંહને બહાર બેસવુ પડી શકે છે.

RCB vs CSK સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ

ચેન્નઇ સુપર કિંગ્સઃ ધોની (સુકાની-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી અને મહિષ તિક્ષાના.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસિસ (સુકાની), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

Next Article