રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi). આ નામ તો તમે સાંભળ્યું જ હશે. ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો. આ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સાથે તે જોડાયો છે. આઇપીએલ હરાજી (IPL 2022 Auction) માં જેની કિંમત 8.50 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે તેને સારો ભાવ મળ્યો છે, તો એણે કામ કરીને બતાવવું પડશે. તો આ બેટ્સમેને પોતાના ઈરાદા પહેલા જ જાહેર કરી દીધા છે. ત્રિપાઠીએ પોતાના નામની મોંઘી બોલી પછી કહ્યું કે તેની નવી ટીમ એટલે કે સનરાઈઝર્સ હૈદરાબાદ તેને જે પોઝિશન પર રમવા માટે કહેશે ત્યાં ઉતરશે અને બેટ ચલાવશે. ભલે તે ઓપનિંગ હોય કે મિડલ ઓર્ડરની પોઝિશન.
ત્રિપાઠીએ કહ્યું, મેં હવે મારામાં એ અલગ ગુણવત્તા બનાવી છે. જો મેનેજમેન્ટ મને બેટિંગ ઓર્ડરમાં ટોપ પર કે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનું કહે તો હું બંને માટે તૈયાર છું. કારણ કે, મને આ બંને ઓર્ડરમાં રમવાનો અનુભવ છે. કોલકાતા તરફથી રમતી વખતે મેં બંને પોઝિશન પર બેટિંગ કરી છે. તેથી હું બંને ઓર્ડરમાં મારી યોજનાને સારી રીતે અમલમાં મૂકી શકું છું.
જમણા હાથના વિસ્ફોટક બેટ્સમેને કહ્યું કે આવા કિસ્સાઓમાં માનસિકતા મહત્વપૂર્ણ છે. ઓપનિંગ કરતી વખતે તમારી સામે એક અલગ પડકાર છે. પાવરપ્લેમાં તમારે ઝડપથી રન બનાવવા પડશે. તે જ સમયે, મિડલ ઓર્ડરનો પોતાનો પડકાર છે. ઓપનર મોમેન્ટમ સેટ કરે છે, મિડલ ઓર્ડર બેટ્સમેનનું કામ તેને જાળવી રાખવાનું અને તેને સારી રીતે સમાપ્ત કરવાનું છે.
It’s time to party, because Rahul Tripathi is now in the house. 🎉#OrangeArmy, @tripathirahul52 is #ReadyToRise. 🔥🧡#IPLAuction pic.twitter.com/15vPQ985JQ
— SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022
રાહુલે કહ્યું કે જ્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સમાં હતો ત્યારે તેને બ્રેન્ડન મેક્કુલમ, અભિષેક નાયર પાસેથી શીખવાની તક મળતી હતી. હવે તેને કેન વિલિયમ્સન સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો મોકો મળશે, તેણે કહ્યું, આઈપીએલમાં રમવાનો આ સૌથી મોટો ફાયદો છે. અહીં તમને મોટા ખેલાડીઓ સાથે તમારો અનુભવ શેર કરવાની તક મળે છે. હું કેન વિલિયમ્સન સાથે રમવા માટે ઉત્સુક છું. તેણે ક્રિકેટના આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે એટલું જ નહીં, તે માણસ તરીકે પણ ખૂબ સારો છે.
Published On - 9:53 am, Wed, 16 February 22