IPL 2022: KKR એ જેને છોડી દીધો તેણે જ કોલકાતાના બોલરોના હોશ ઉડાવી અડદી સદી ફટકારી દીધી

|

Apr 16, 2022 | 7:53 AM

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ આ ભૂતપૂર્વ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બેટ્સમેનને ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા ઓક્શનમાં રૂ. 8.50 કરોડમાં ખરીદ્યો હતો અને હવે તેણે પોતાની જૂની ટીમ પર પ્રહાર કર્યા છે.

IPL 2022: KKR એ જેને છોડી દીધો તેણે જ કોલકાતાના બોલરોના હોશ ઉડાવી અડદી સદી ફટકારી દીધી
Rahul Tripathi એ KKR સામે તોફાની રમત વડે અડધી સદી ફટકારી હતી

Follow us on

IPL 2022 ની ઘણી બધી વિશેષતાઓ પૈકી એક એ છે કે એક સિઝનમાં જો કોઈ ખેલાડી કોઈ ટીમને જીતાડવા માટે સખત મહેનત કરે છે. તો પછીની સિઝનમાં તે બીજી ટીમમાં જઈને જૂની ટીમ સામે મોટી આપત્તિરુપ સાબિત થાય છે. આઈપીએલ 2022 ની સીઝન અલગ નથી અને આ વખતે પણ આવી જ રમત ચાલી રહી છે. આનું નવીનતમ ઉદાહરણ રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) બન્યું, જેણે તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) નુ બેન્ડ જોરદાર રીતે વગાડ્યું. રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, સુનીલ નરેન જેવા બોલરો પર પ્રહાર કરતા, તેમની નવી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી જબરદસ્ત ફિફ્ટી ફટકારી અને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો.

જે કામ પહેલા દિનેશ કાર્તિકે (RCB) કર્યું, તેનું પુનરાવર્તન કુલદીપ યાદવ (DC)એ કર્યું અને હવે રાહુલ ત્રિપાઠીએ પણ કર્યું છે. આ ત્રણેય ખેલાડીઓ ગત સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતા, પરંતુ આ સિઝનમાં અલગ-અલગ ટીમમાં પહોંચ્યા હતા. કોલકાતાએ આ સિઝનમાં અત્યાર સુધી 6 માંથી માત્ર 3 મેચ ગુમાવી છે અને તે ત્રણેયમાં તેની હારના મુખ્ય કારણો એ ત્રણેય ખેલાડીઓ હતા, જેમને ગત સિઝન બાદ બહાર કરવામાં આવ્યા હતા. રાહુલ ત્રિપાઠીને ફરી હૈદરાબાદે મેગા ઓક્શનમાં 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

21 બોલમાં ફિફ્ટી, ચક્રવર્તીની ખુબ ધુલાઈ

બ્રેબોર્ન ગ્રાઉન્ડની પીચ પર, જ્યાં એરોન ફિન્ચ, કેન વિલિયમસન, શ્રેયસ અય્યર જેવા મોટા અને પ્રખ્યાત બેટ્સમેનો તેમનો કમાલ બતાવવામાં નિષ્ફળ રહ્યા હતા, ત્યાં રાહુલ ત્રિપાઠી બંને ટીમના કોઈપણ બેટ્સમેનની તુલનામાં ખૂબ જ સરળતાથી બેટિંગ કરતા જોવા મળ્યો હતો. KKR ના મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને રાહુલ ત્રિપાઠીએ ખાસ નિશાન બનાવ્યો હતો. રાહુલે તેની પ્રથમ ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા અને પછી બીજી ઓવરમાં પણ તેને હરાવ્યો અને માત્ર 21 બોલમાં તેની જબરદસ્ત અડધી સદી પૂરી કરી.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

વિજયનો પાયો નાખ્યો

તેણે સુનીલ નારાયણ, પેટ કમિન્સ અને આન્દ્રે રસેલ સામે પણ બાઉન્ડ્રી ફટકારી હતી, જ્યારે તેની આઈપીએલ ડેબ્યૂ કરતી વખતે, મીડિયમ પેસર અમાન ખાનની પહેલી જ ઓવરમાં સિક્સર અને ફોર ફટકારી હતી, ત્યારબાદ તેને ફરીથી એક ઓવર પણ મળી ન હતી. ત્રિપાઠી છેલ્લે 15મી ઓવરમાં આન્દ્રે રસેલ દ્વારા આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે 36 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 71 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. બાદમાં એડન માર્કરમે આ જ રચાયેલા પાયા પર 36 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમીને જીતની ઇમારત ચણી હતી.

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: રાહુલ ત્રિપાઠી મોટી ઈનીંગ પછી પણ ક્યાં પહોંચ્યો? જોસ બટલર હજુ પણ નંબર-1

આ પણ વાંચો : Cheteshwar Pujara: પુજારા ડેબ્યૂ મેચમાં જ રહ્યો ફ્લોપ, અડધા કલાકમાં જ બેટીંગનો ખેલ ખતમ! ફોર્મ મેળવવાનો પ્રયાસ ફરીવાર નિષ્ફળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 7:51 am, Sat, 16 April 22

Next Article