IPL 2022 Purple Cap: ગુજરાતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકનાર પંજાબના આ બોલરે જમાવ્યુ ટોપ-5માં સ્થાન, પર્પલ કેપની રેસ જામી

IPL 2022 Purple Cap: યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેઓ સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ટોચના 2 સ્થાનો પર છે પરંતુ હવે કાગિસો રબાડા તેમને પડકાર આપવા આવ્યા છે.

IPL 2022 Purple Cap: ગુજરાતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકનાર પંજાબના આ બોલરે જમાવ્યુ ટોપ-5માં સ્થાન, પર્પલ કેપની રેસ જામી
Kagiso Rabada એ ગુજરાત સામે 4 વિકેટ ઝડપી હતી
| Edited By: | Updated on: May 04, 2022 | 11:08 AM

મંગળવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans vs Punjab Kings) ને હરાવ્યું હતું. IPL 2022 માં ગુજરાતની આ બીજી હાર છે. તેની પહેલી જ સિઝનમાં ગુજરાતે શાનદાર રમત બતાવી છે. જોકે ગઈ કાલે આ ટીમની બેટિંગ કે બોલિંગ બેમાંથી કોઈ કામ કરી શકી ન હતી અને પંજાબે તેને સરળતાથી હરાવ્યો હતો. ગુજરાતે બનાવેલા ઓછા સ્કોરે પંજાબની આ જીતનો પાયો નાખ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે આઠ વિકેટે 143 રન બનાવ્યા હતા. પંજાબના ફાસ્ટ બોલર કાગીસો રબાડા (Kagiso Rabada) એ ગુજરાતને ઓછા સ્કોર પર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રબાડાએ આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના આધારે રબાડાએ પર્પલ કેપ (IPL 2022 Purple Cap) રેસમાં પોતાની સ્થિતિ સુધારી લીધી છે.

રબાડાએ પોતાની ચાર ઓવરના ક્વોટામાં 44 રન આપીને ગુજરાત સામે ત્રણ સફળતા મેળવી હતી. આ જોરદાર પ્રદર્શનના આધારે તેણે પર્પલ કેપ રેસમાં ટોપ-5માં પ્રવેશ કર્યો છે. તેણે હવે નવ મેચમાં કુલ 17 વિકેટ ઝડપી છે અને તે ત્રીજા નંબર પર આવી ગયો છે.

ટોપ-5ની સ્થિતિ

રબાડાએ આ પ્રદર્શન સાથે નંબર-1 ક્રમાંકિત યુઝવેન્દ્ર ચહલ અને બીજા નંબરના કુલદીપ યાદવને પડકાર આપવાનું શરૂ કર્યું છે. આ બંનેની જોડી ‘કુલ-ચા’ તરીકે ઓળખાય છે. રબાડા આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં નંબર વન ચહલથી બે વિકેટ પાછળ છે. કુલદીપ અને રબાડાની સમાન વિકેટ છે પરંતુ સારી ઈકોનોમી અને એવરેજના કારણે કુલદીપ બીજા નંબર પર છે. કુલદીપે પણ નવ મેચમાં 17 વિકેટ ઝડપી છે પરંતુ તેની ઈકોનોમી 8.23 ​​છે જ્યારે રબાડાની ઈકોનોમી 8.27 છે. એવરેજની વાત કરીએ તો કુલદીપની એવરેજ 15.82 છે જ્યારે રબાડાની એવરેજ 8.27 છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ટી નટરાજન ચોથા નંબર પર છે. આ બોલરે નવ મેચમાં 17 વિકેટ ઝડપી છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ઉમેશ યાદવ નંબર-5 પર છે. તેણે 10 મેચમાં 15 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શમી નંબર-7 પર

પોતાની બોલિંગ વડે ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ શમીએ પંજાબ સામે ચાર ઓવરમાં 43 રન ખર્ચ્યા હતા અને તેને સફળતા મળી હતી. તે 7મા નંબરે આવી ગયો છે. બીજી તરફ પંજાબનો રાહુલ ચાહર નંબર-10 પર છે. જોકે, ચહરને ગુજરાત સામે એક પણ વિકેટ મળી ન હતી. તેણે માત્ર 1.3 ઓવર નાંખી અને 11 રન આપ્યા અને તે વિકેટ લઈ શક્યો નહીં.

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત અને પંજાબના ખેલાડી Live મેચમાં બાખડ્યા, મેદાન પર બનેલી ઘટના બની કારણ, જુઓ Video

આ પણ વાંચો : Arvalli: રાજસ્થાન થી સુરત દારુની હેરાફેરી કરતી ટ્રક શામળાજી પોલીસે ઝડપી, રાજકોટનો શખ્શ ધંધો મંદો લાગતા ખેપ મારવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 11:07 am, Wed, 4 May 22