IPL 2022 playoffs Team: પ્લેઓફની ચાર ટીમો આજે નક્કી થશે, છેલ્લી મેચ રોમાંચક નહીં હોય

|

May 21, 2022 | 2:30 PM

IPL 2022 સીઝનમાં ગ્રુપ સ્ટેજની 69મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચના પરિણામ સાથે જ પ્લેઓફની ચોથી ટીમ પણ નક્કી થઈ જશે.

IPL 2022 playoffs Team: પ્લેઓફની ચાર ટીમો આજે નક્કી થશે, છેલ્લી મેચ રોમાંચક નહીં હોય
Delhi Capitals and Royal Challengers Bangalore (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ શાનદાર જીત નોંધાવીને બીજા નંબર પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાને મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને 5 વિકેટે હરાવ્યું હતું. અત્યાર સુધી આઈપીએલ પ્લેઓફની 3 ટીમો નક્કી થઈ ચૂકી છે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમો પણ રાજસ્થાન પહેલા ક્વોલિફાય થઈ ગઈ છે. હવે માત્ર 4 નંબરની ટીમની રાહ છે. જેનો નિર્ણય આજે (21 મે) લેવામાં આવશે. એટલે કે આ સિઝનમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રોમાંચક નહીં હોય.

દિલ્હી અને મુંબઈ વચ્ચે રહેશે નિર્ણાયક મેચ

વાસ્તવમાં વર્તમાન IPL સિઝનમાં અત્યાર સુધી (20 મે) 68 મેચ રમાઈ છે. હવે ગ્રુપ સ્ટેજમાં માત્ર 2 મેચ જ બાકી છે. 69મી મેચ આજે (21 મે) દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચના પરિણામ સાથે જ પ્લેઓફની ચોથી ટીમ પણ નક્કી થઈ જશે. જો દિલ્હી આ મેચ જીતશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની જશે. જો દિલ્હીની ટીમ આ મેચ હારી જશે તો વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની જશે. એટલે કે આજની મેચના પરિણામ સાથે જ પ્લેઓફની 4 ટીમો નક્કી થઈ જશે. આ અર્થમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રોમાંચક નહીં હોય.

ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ પંજાબ-હૈદરાબાદ વચ્ચે રમાશે

વર્તમાન IPL સિઝનમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ એટલે કે 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ 22 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો દિલ્હી અને બેંગ્લોરની ટીમો પ્લેઓફના સમીકરણમાં તેમની છેલ્લી મેચ હારી ગઈ હોત તો તે સ્થિતિમાં હૈદરાબાદ અને પંજાબની મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હોત. કારણ કે આ મેચ જીતનારી ટીમ પણ પ્લેઓફમાં ચોથી ટીમ બનવાનો દાવો દાખવશે. જોકે, હવે આ શક્ય નથી.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં જે પણ ટીમ જીતશે તે માત્ર 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. જ્યારે બેંગલુરુ ટીમના હવે 16 પોઈન્ટ છે. જો દિલ્હી તેની મેચ જીતી જાય છે તો તે 16 પોઈન્ટ અને વધુ સારા નેટ રન રેટ સાથે બેંગલુરુને પાછળ છોડીને પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની જશે. જે ટીમ પ્લેઓફમાં પહોંચી છે, તેમાં લખનૌ અને રાજસ્થાનના 18-18 પોઈન્ટ છે. જ્યારે ટોચના સ્થાને રહેલી ગુજરાતની ટીમના 20 પોઈન્ટ છે.

Next Article