ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 8મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders Vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. કેકેઆરની ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ ટોસ હારીને ક્રિઝ પર આવી હતી. પરંતુ ઓપનીંગમાં આવેલ કેપ્ટન મયંક અગ્રવાલે ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દેતા જ પ્રથમ ઓવર થી જ પંજાબની ટીમ અંત સુધી દબાણ હેઠળ રહી હતી. ઉમેશ યાદવે (Umesh Yadav) પંજાબના બેટ્સમેનો માટે કાળ બની ત્રાટક્યો હતો. આમ કોલકાતા સામે પંજાબે આસાન સ્કોર નોંધાવ્યો હતો. PBKS 137 રનનો સ્કોર 18.2 ઓવરમાં નોંધાવી ઓલઆઉટ થઈ ગયુ હતુ.
ઉમેશ યાદવે શરુઆતથી જ પંજાબના કિંગ્સ સામે આફતના વાદળો લાવી મુક્યા હતા. પંજાબ કિંગ્સની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને માત્ર 1 જ રનના વ્યક્તિગત સ્કોર પર જ પેવેલિયન પરત મોકલ્યો હતો. જે વખતે ટીમનો સ્કોર 2 રન હતો. ત્યાર બાદ ભાનુકા રાજપક્ષેએ બાજી સંભાળવા પ્રયાસ કરતા 9 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તેને શિવમ માવીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. શિખર ધવન પણ આજે ખાસ દમ દેખાડી શક્યો નહોતો.
મિડલ ઓર્ડર પણ ખાસ જમાવટ કરી શક્યો નહીં પરીણામે પંજાબની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ઉમેશે ઓપનીંગ જોડી તોડ્યા મધ્યક્રમને પણ તોડી નાંખ્યો હતો. લિયામ લિવીંગસ્ટોમ (19 રન 16 બોલ) અને રાજ બાવા (11 રન 13 બોલ) પણ ખાસ કરી શક્યા નહોતા. શાહરૂખ ખાન 5 બોલનો સામનો કરીને શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. રાહુલ ચાહર પણ શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્ઓ હતો. હરપ્રીત બ્રારે 18 બોલમાં 14 રન નોંધાવ્યા હતા. કાગીસો રબાડાએ અંતમાં ઈનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો અને 35 રનની ભાગીદારી રમત ઓડિયન સ્મિથ સાથે મળીને નોંધાવી હતી. જેણે કોલકાતાનાને સન્માનજનક સ્કોર તરફ આગળ વધાર્યુ હતુ. પરંતુ 137 રનમાં જ સમેટાઈ ગયુ હતુ.
પર્પલ કેપ હવે ઉમેશના માથા પર સજવાની છે, તેણે પંજાબના બેટ્સમેનોની મુશ્કેલી વધારી દીધી હતી, નવા બોલથી પણ તે સ્વિંગ કરાવતો જોવા મળ્યો હતો. 4 ઓવરમાં તેણે 1 ઓવર મેડન કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 23 રન આપ્ા હતા. ટીમ સાઉથીએ 2 અને શિવમ માવી, સુનિલ નરેને અને આંદ્રે રસેલે 1-1 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 14 રન આપીને સૌથી વધુ કરકસર ભરી બોલીંગ કરી હતી.
Published On - 9:12 pm, Fri, 1 April 22