ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમે 8 મેચ રમ્યા બાદ સિઝનમાં પોતાની પહેલી જીત મેળવી છે. મુંબઈ ટીમે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ટીમની સાથે સાથે ટીમના સુકાની રોહિત શર્મા માટે પણ આ જીત ખાસ હતી. કારણ કે 30 એપ્રિલ રોહિત શર્મા (Rohit Sharma)નો જન્મ દિવસ હતો. આમ તેના જન્મ દિવસે મુંબઈ ટીમે તેને જીતની ભેટ આપી હતી.
પરંતુ મહત્વનું એ છે કે રોહિત શર્માની ઈન્ડિયન પ્રીમિયર લીગની કારકિર્દીની વાત કરીએ તો તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે, જે રેકોર્ડ તેની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સામે જ નોંધાયો છે. રોહિત શર્માએ તેની આઈપીએલની કારકિર્દીમાં હેટ્રીક પણ લીધી છે. એ સમયે રોહિત શર્મા મુંબઈની ટીમ નહીં પણ ડેક્કન ચાર્જર્સ ટીમ સાથે રમી રહ્યો હતો.
વર્ષ 2009માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સ ટીમ તરફથી રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સામે જ હેટ્રિક ઝડપી હતી અને તે સમયે બીજો બેટ્સમેન બન્યો હતો જેણે હેટ્રીક ઝડપી હતી. આ પહેલા એજ સિઝનમાં યુવરાજ સિંહે પણ હેટ્રિક ઝડપી હતી.
રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સ ટીમ તરફથી રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સામે હેટ્રિક ઝડપી હતી અને તે સમયે તેનો શિકાર બનનાર બે ભારતીય અને એક વિદેશી ખેલાડી હતા. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના યુવા ક્રિકેટર અભિષેક નાયર, હરભજન સિંહ અને સાઉથ આફ્રિકાના અને મુંબઈ ટીમ તરફથી રમતા જેપી ડ્યુમીનીને આઉટ કરીને રોહિત શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની પહેલી હેટ્રિક ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નો જન્મદિવસ ગઈકાલે હતો, તેથી બધાને આશા હતી કે આજે કંઈક નવું થશે. પરંતુ, જ્યારે રમત શરૂ થઈ. IPL 2022માં શનિવારે રાજસ્થાન (Rajasthan Royals) સામે રોહિત શર્મા જ્યારે બેટ લઈને મેદાન પર આવ્યો, ત્યારે તે 8 વર્ષ જૂના ઈતિહાસને બદલી શક્યો નહોતો. જન્મદિવસ પર રમત ફરી બગડી. શર્મા જી માત્ર 2 રન બનાવીને ડગ આઉટમાં પરત ફર્યા હતા. આ જોઈને સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્ની ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. ઉદાસીનું એક કારણ પણ હતું કારણ કે જો વાત માત્ર 2 રન સુધી જ સીમિત હોય તો એક વાત હતી. અહીં, તે 2 રનોએ બે મોટી પીડા આપી છે. રોહિત શર્માએ ન તો ઈતિહાસ બદલી શક્યો ન તો તે રેકોર્ડ તોડી શક્યો, જે તેના પર ડાઘ સમાન છે.
આ પણ વાંચો: IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની સુકાની બન્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO નું નિવેદન સામે આવ્યું
આ પણ વાંચો: IPL 2022 : “વાતાવરણ શાનદાર છે”, ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપના વખાણ કર્યા
Published On - 6:55 am, Sun, 1 May 22