IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે ફરી આપ્યો સંકેત, અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરી શકે છે

|

Apr 27, 2022 | 5:38 PM

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમને હવે લીગમાં કુલ 6 મેચ રમવાની છે. આ 6 મેચમાં મુંબઈ ટીમે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટીમનો સામનો કરવાનો છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે ફરી આપ્યો સંકેત, અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરી શકે છે
Arjun Tendulkar (PC: Twitter)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સિઝનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)  ની ટીમ કેટલાક મોટા ફેરફારોના મૂડમાં હોવાનું જણાય છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ શરૂઆતની તમામ 8 મેચ હારી ગઈ છે. જીતનું ખાતું પણ ન ખોલી શકનારી મુંબઈની ટીમે પોતાની 9મી મેચમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે.

વાત એવી છે કે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ સચિન તેંડુલકરના પુત્ર અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) નો એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ વીડિયો સાથે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ કેપ્શનમાં લખ્યું છે કે પરફેક્ટ ફોલો થ્રુ એક્શનની સાથે અર્જુન.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

7 સેકન્ડના આ વીડિયોમાં અર્જુન રનઅપ સાથે બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન કોચિંગ સ્ટાફ પણ તેના પર ચાંપતી નજર રાખી રહી છે. આવી સ્થિતિમાં એવી આશા રાખી શકાય છે કે અર્જુન આગામી મેચથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. 22 વર્ષીય અર્જુન તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સુક છે.

આ પહેલા પણ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામેની મેચ પહેલા મુંબઈની ટીમે ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે અર્જુનનું ડેબ્યૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ અર્જુનની બહેન અને સચિનની પુત્રી સારા તેંડુલકરે પણ ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. તેની પ્રતિક્રિયા પણ ખૂબ વાયરલ થઈ હતી. જોકે અર્જુનને ડેબ્યૂ કરવાની તક મળી શકી ન હતી.

 

 

22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેણે ઘરેલુ ટૂર્નામેન્ટમાં મુંબઈ માટે અત્યાર સુધી માત્ર 2 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 2 વિકેટ લીધી છે. મેગા ઓક્શનમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીએ અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

અર્જુનના પિતા અને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા છે. જ્યારે મુખ્ય કોચ શ્રીલંકાના મહેલા જયવર્દને છે.

મુંબઈની ટીમની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ 30મી એપ્રિલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. રોહિતની કેપ્ટનશીપવાળી મુંબઈની ટીમે હવે 6 વધુ મેચ રમવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: જોસ બટલર સસ્તામાં આઉટ થવા છતાં નંબર-1 પર સલામત, RCB નો કેપ્ટન ટોપ ફાઈવમાં સામેલ

આ પણ વાંચો : IPL 2022: બેંગ્લોર અને દિલ્હીને થઈ રહ્યો છે હવે અફસોસ! રાજસ્થાન માટે અશ્વિન-ચહલની જોડી દમદાર પ્રદર્શન દર્શાવી રહી છે

Next Article