IPL 2022: Mumbai Indiansએ જેની કદર ન કરી, જેને 6 મેચમાં બહાર બેસાડ્યો , તેણે 9 બોલમાં ટીમને પહેલી જીત અપાવી

|

May 01, 2022 | 12:56 PM

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે (MI) 8 મેચો બાદ આઈપીએલ 2022માં જીત મેળવી છે અને આ જીતમાં એક નાની પણ મહત્વની ભૂમિકા એ ખેલાડીએ ભજવી હતી જેને ટીમ દ્વારા 6 મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

IPL 2022: Mumbai Indiansએ જેની કદર ન કરી, જેને 6 મેચમાં બહાર બેસાડ્યો , તેણે 9 બોલમાં ટીમને પહેલી જીત અપાવી
Tim David (PC: IPLt20.com)

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. તે પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેને સતત 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નવમી મેચમાં તેણે જીતનું ખાતું ખોલ્યું અને શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું. IPLની એક સિઝનમાં મુંબઈને સતત 8 હારનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલા ક્યારેય બન્યું ન હતું. ગઈકાલે પોતાની જીતમાં ચર્ચા સૂર્યકુમાર યાદવની છે જેણે અડધી સદીની ઈનિંગ રમી હતી. પરંતુ એક ખેલાડીએ છેલ્લી ઓવરમાં સૂર્યકુમારનું કામ પાર પાડી દીધું હતું. આ ખેલાડીનું નામ ટીમ ડેવિડ (Tim David) છે.

ટીમ ડેવિડ છેલ્લે આવ્યો હતો અને તેણે માત્ર 9 બોલ રમ્યા હતા અને 2 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરની 67 રનની ઈનિંગના આધારે 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. મુંબઈએ આ લક્ષ્ય 4 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધું હતું.

6 મેચથી ટીમ ડેવિડને રમાડ્યો ન હતો

ટીમ ડેવિડ બિગ બેશ લીગમાં ધૂમ મચાવીને IPLમાં આવ્યો છે. મુંબઈએ તેને 8.25 કરોડમાં હરાજીમાં સામેલ કર્યો હતો. મુંબઈ માટે ટીમ ડેવિડની આ ત્રીજી મેચ હતી. આ પહેલા મુંબઈએ તેને પ્રથમ 2 મેચમાં તક આપી હતી. પરંતુ ટીમ ડેવિડ આ બંને મેચમાં પ્રભાવ પાડી શક્યો ન હતો. તેણે દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. પરંતુ પ્રભાવિત કરી શક્યો ન હતો. તેણે આ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. આ પછી રાજસ્થાન સામેની આ સિઝનની પ્રથમ મેચમાં તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્રીજી મેચમાં તે નીચે ઉતર્યો અને થોડા રન બનાવ્યા પરંતુ આ રન ટીમને જીત અપાવનાર સાબિત થયા. ટીમ ડેવિડ એવો ખેલાડી છે જે પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. જો મુંબઈએ તેમને સતત મેચમાં રમાડ્યો હોત તો કદાચ તેને આ પહેલી જીત મળી ગઈ હોત.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિંગાપોરનું પ્રતિનિધિત્વ કર્યું

ટીમ ડેવિડ પહેલીવાર IPL નથી રમી રહ્યો. આ અગાઉની સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. પરંતુ ગત સિઝનમાં તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. ડેવિડ ઓસ્ટ્રેલિયાનો છે, પરંતુ તે સિંગાપોરથી રમે છે. આ દેશ માટે તેણે અત્યાર સુધીમાં 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે અને 558 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 46.50 અને સ્ટ્રાઈક રેટ 158.52 છે. તેના નામે 4 અર્ધસદી પણ છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાના રાજીનામા પર વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘અમે પહેલા દિવસથી આ કહી રહ્યા છીએ’

આ પણ વાંચો : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે

Next Article