પાછલી સિઝનની જેમ આ વખતે IPL માં ફરી એકવાર કોરોના (COVID-19) કહેર જોવા મળ્યો છે. હાલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કોરોનાના હુમલાથી પરેશાન છે. હવે દિલ્હી (Delhi Capitals) ની ટીમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. મિશેલ માર્શની સિટી વેલ્યું 17 ની છે. દિલ્હીની ટીમના કેમ્પમાં કોરોનાના કહેરને જોતા હવે પંજાબ સાથેની મેચ પર શંકાની તલવાર લટકી રહી છે. મેચ પર અંતિમ નિર્ણય મંગળવારે અપેક્ષિત છે.
IPL 2022 પર કોરોનાની અસરથી ગત સિઝનની પરિસ્થિતી સામે આવી રહી છે. IPL 2021 માં પણ કોરોનાની એન્ટ્રી ત્યારે જ થઈ જ્યારે ટૂર્નામેન્ટ તેની વચ્ચે હતી અને ભારતમાં જ રમાઈ રહી હતી. દિલ્હી કેપિટલ્સ સિવાય અન્ય ટીમોમાં હાલમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. આઈપીએલ 2022માં, દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. જેમાં 2 જીતી છે અને 3 હારી છે.
IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ તેમની આગામી મેચ 20 એપ્રિલે રમવાની છે. આ મેચ પંજાબ કિંગ્સ સાથે છે. જે પુણેમાં રમાવાની છે. પરંતુ કોરોનાનો મામલો સામે આવ્યા બાદ હવે આ મેચ થશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો મંગળવારે લેશે.
બીસીસીઆઈના એક અધિકારીએ અગાઉ પીટીઆઈને કહ્યું હતું કે “મિશેલ માર્શનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તે સૌથી વિશ્વસનીય ટેસ્ટ છે. મિશેલ માર્શ દિલ્હી ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટના સંપર્કમાં હતો અને તેણે તેની ક્વોરન્ટાઇન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેથી તેમનામાં કેટલાક હળવા લક્ષણો જોવા મળ્યા હતા.” આ સમાચાર સામે આવ્યા બાદ આખી દિલ્હી ટીમ ક્વોરેન્ટાઈન થઈ ગઇ હતી.
OFFICIAL STATEMENT:
Delhi Capitals all-rounder Mitchell Marsh has tested positive for COVID-19, following which he has been admitted to a hospital. The Delhi Capitals medical team is closely monitoring Marsh’s condition. pic.twitter.com/lvatopJtcV
— Delhi Capitals (@DelhiCapitals) April 18, 2022
બુધવારે દિલ્હી અને પંજાબ વચ્ચે રમાશે. આ પહેલા મંગળવારે ફરી એકવાર ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. BCCI ના કોરોના નિયમો અનુસાર IPL 2022 બાયો-બબલમાં હાજર તમામ ખેલાડીઓ અને સ્ટાફનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો હોય છે. છેલ્લી સિઝનમાં આ સમયગાળો 3 દિવસનો હતો. જો કે, આ પછી પણ ફ્રેન્ચાઇઝીઓને સ્વતંત્રતા હતી કે જો તેઓ ઇચ્છે તો દરરોજ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. જેની અસર આઈપીએલ 2022 પર પણ દેખાવા લાગી છે.
આ પણ વાંચો : ‘Will you Marry me Shreyas Iyer?’… સ્ટેડિયમની બહાર ચાહકે કોલકાતાના સુકાનીને આ રીતે કર્યું પ્રપોઝ