MI vs LSG, IPL 2022: કેએલ રાહુલની શાનદાર સદી વડે લખનૌએ મુંબઈ સામે 200 રનનુ લક્ષ્ય રાખ્યુ, જયદેવ ઉનડકટની 2 વિકેટ

|

Apr 16, 2022 | 5:24 PM

રોહિત શર્મા (Rohit Sharma) સિઝનમાં તેની પ્રથમ જીત મેળવવા માટે તરસી રહ્યુ છે, તો બીજી તરફ કેએલ રાહુલે તેની ચિંતાઓ વધારી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સે સિઝનમાં હજુ એક પણ મેચ જીતી નથી.

MI vs LSG, IPL 2022: કેએલ રાહુલની શાનદાર સદી વડે લખનૌએ મુંબઈ સામે 200 રનનુ લક્ષ્ય રાખ્યુ, જયદેવ ઉનડકટની 2 વિકેટ

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 26મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ માટે લખનૌની ટીમને નિમંત્રણ આપ્યુ હતુ. લખનૌની ટીમના કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલે (KL Rahul) શાનદાર રમત વડે મુંબઈ સામે મજબૂત સ્થિતી સર્જી હતી. મુંબઈ એક તરફ પોતાની પ્રથમ જીત માટે તરસી રહ્યુ છે, ત્યાં રાહુલે તેની ચિંતા વધારી દેતી રમત રમી હતી અને મુંબઈના એક બોલરને તેમની સામે હાવી થવા દીધા નહોતા. રાહુલે શાનદાર સદી 56 બોલમાં ફટકારી હતી. 20 ઓવરમાં લખનૌએ 199 રનનો સ્કોર 4 વિકેટે ખડક્યો હતો.

શરુઆત થી જ લખનૌની ટીમે ધમાકેદાર બેટીંગ કરવાની શરુઆત કરી હતી. ઓપનર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડીકોકે સારી શરુઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી રમત રમાઈ હતી. ત્યાર બાદ મનિષ પાંડે અને રાહુલે આક્રમક રમતને જારી રાખી હતી અને મુંબઈ પર ચિંતાના વાદળો વધુ ઘેરા બનાવી દીધા હતા. ડિકોકે 13 બોલમાં 24 રન કર્યા હતા. જ્યારે મનિષ પાંડેએ 29 બોલમાં 38 રન ફટકાર્યા હતા.

અંત સુધી કેપ્ટન રાહુલ ક્રિઝ પર રહ્યો હતો. પ્રથમ બોલ થી અંત સુધી મેદાનમાં રહીને ટીમને મજબૂત સ્થિતીમાં લઈ જનાર રાહુલે અણનમ 103 રન 60 બોલમાં ફટકાર્યા હતા. તેણે 56 બોલમાં જ સદી ફટકારી હતી. આ દરમિયાન 5 છગ્ગા અને 9 ચોગ્ગા પણ જમાવ્યા હતા. દીપક હુડાએ 8 બોલમાં 15 રન અને માર્ક્સ સ્ટોઈનીસે 9 બોલમાં 10 રન કર્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સતત બોલરો બદલ્યા, પણ કોઈ પ્રભાવ નહી

રોહિત શર્માએ શરુઆતની છ ઓવર દરેક નવા બોલર વડે કરાવી હતી. જોકે ફાબીયન એલન આ અખતરામાં વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. તેણે ડિકોકની વિકેટ ઝડપીને શરુઆતની જોડીને તોડી હતી. મુરુગન અશ્વિન અને એલને એક એક વિકેટ મેળવી હતી. જોકે એલને 4 ઓવરમાં 46 રન ગુમાવ્યા હતા. જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. તિલક વર્માએ 1 જ ઓવર કરી હતી અને તેણે 7 રન આપ્યા હતા. બુમરાહે 4 ઓવરમાં 24 રન આપ્યા હતા.

 

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: રાહુલ ત્રિપાઠી મોટી ઈનીંગ પછી પણ ક્યાં પહોંચ્યો? જોસ બટલર હજુ પણ નંબર-1

આ પણ વાંચો : Cheteshwar Pujara: પુજારા ડેબ્યૂ મેચમાં જ રહ્યો ફ્લોપ, અડધા કલાકમાં જ બેટીંગનો ખેલ ખતમ! ફોર્મ મેળવવાનો પ્રયાસ ફરીવાર નિષ્ફળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 5:18 pm, Sat, 16 April 22

Next Article