ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022 ઓક્શન)માં ખેલાડીઓ પર ઘણા પૈસા નાખવામાં આવે છે. જેટલી રકમ ક્રિકેટરોને કમાવામાં વર્ષો લાગે છે, તે આ ટૂર્નામેન્ટ માત્ર 2 મહિનામાં કમાઈ લે છે. જો કોઈ ખેલાડી કોઈ ટીમને પસંદ કરે છે, તો ટીમો તેના માટે પોતાનો ખજાનો ખર્ચવા તૈયાર હોય છે. ગત સિઝનની જેમ રાજસ્થાન રોયલ્સે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ પર 16.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં એવું પણ બન્યું છે જ્યારે ટીમોએ ખેલાડીને ખરીદવા માટે પોતાનું આખું પર્સ ખાલી કરી દીધું હતું. આઈપીએલ ના ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સહિત આવા માત્ર 3 ખેલાડી છે, જેમને ખરીદવાની ફરજ પડી હતી અને પછી સિક્રેટ રકમ (IPL Secret Tiebreak Rule) ના નિયમ હેઠળ વેચવામાં આવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ટાઈ-બ્રેકના નિયમ દ્વારા ખરીદાયેલો પ્રથમ ખેલાડી છે. વાત જાણે એમ છે કે વર્ષ 2010ની હરાજીમાં પોલાર્ડને ખરીદવા માટે ચાર ટીમો વચ્ચે ટક્કર જામી હતી. વેસ્ટ ઈન્ડિઝના આ ઓલરાઉન્ડરને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાયા હતા. ચારેય ટીમોએ પોતાના પર્સ ખાલી કર્યા. ચારેય ટીમોએ પોલાર્ડ પર સાડા ત્રણ કરોડ રૂપિયા નિશ્ચિત પર્સ હેઠળ લગાવી દીધા હતા.
આ પછી, IPLનો ટાઇ-બ્રેક નિયમનો અમલ કરાયો, જેના હેઠળ ટીમોએ સિક્રેટ રકમ લખી આપવાની હતી. આ નિયમ પહેલા કોલકાતાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું પરંતુ RCB, મુંબઈ અને ચેન્નાઈ ટક્કરમાં રહ્યા હતા. અંતે મુંબઈએ ચેન્નાઈ અને આરસીબીને હરાવીને પોલાર્ડને પોતાનો બનાવ્યો હતો.
ચેન્નાઈએ પોલાર્ડ માટે રૂ. 6.50 કરોડની સિક્રેટ રકમ લખી હતી, જ્યારે મુંબઈએ આનાથી વધુ રકમ લખી હતી, જેના કારણે તેઓ પોલાર્ડને ખરીદી શક્યા હતા. જોકે, પોલાર્ડને માત્ર 3.5 કરોડ રૂપિયા મળ્યા કારણ કે ટાઈબ્રેકરના નિયમ મુજબ ખેલાડીને પર્સમાં હાજર રકમ મળવાની હતી.
વર્ષ 2010માં જ બે ટીમોએ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડની બોલીમાં પૂરા પૈસા લગાવી દીધા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ડેક્કન ચાર્જર્સે શેન બોન્ડ માટે સમાન રકમ લગાવી દીધી હતી. ત્યારબાદ તે ટાઈ-બ્રેક નિયમ હેઠળ કોલકાતાની ટીમ સાથે જોડાયો હતો.
રવીન્દ્ર જાડેજા માટે 2012ની હરાજીમાં પણ ટાઈ બ્રેક નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડેક્કન ચાર્જર્સે રવિન્દ્ર જાડેજા પર તેમના પર્સની તમામ રકમ રાખી દીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે સિક્રેટ રકમની વધુ રકમ લખી અને તે પછી જાડેજા CSKનો ભાગ બન્યો.
Published On - 10:11 pm, Tue, 8 February 22