IPL 2022 Auction: ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ આ વખતે પણ હશે શાનદાર, CSK એ કહ્યુ ધોની પોતે જ પસંદ કરે છે પોતાની ટીમ

|

Feb 12, 2022 | 9:04 AM

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 Auction માં કયા ખેલાડીઓ દાવ લગાવશે તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, બિડ પહેલા, CSK CEO કાશી વિશ્વનાથને ચાહકોને આશ્વાસન ભરી ખાતરી આપી છે.

IPL 2022 Auction: ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ આ વખતે પણ હશે શાનદાર, CSK એ કહ્યુ ધોની પોતે જ પસંદ કરે છે પોતાની ટીમ
Ms Dhoni ની ટીમ સંતુલિત માટે જાણીતી છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022 Auction) માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતાનું રહસ્ય શું છે? ટીમનો અદ્ભુત કેપ્ટન અને અદ્ભુત સંતુલન. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) હંમેશા તેની સંતુલિત ટીમ માટે જાણીતી છે. તેની પાસે દરેક ખેલાડીનો વિકલ્પ પણ છે અને તે બધાની શરૂઆત હરાજીથી થશે જ્યાં ફ્રેન્ચાઇઝી શ્રેષ્ઠ અને ઉપયોગી ખેલાડીઓને ખરીદે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા આઈપીએલની હરાજીમાં ખૂબ જ રસપ્રદ નિર્ણયો લઇ ખેલાડીઓ ખરીદે છે. IPL 2022 મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પણ આવો જ ઈરાદો હશે. મેગા ઓક્શન પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ચાહકોને ખાતરી આપી છે કે આ વખતે પણ તેઓ શ્રેષ્ઠ ટીમ બનાવવા જઈ રહ્યા છે. કારણ કે ખેલાડીઓને હંમેશની જેમ એમએસ ધોની (MS Dhoni) જ પસંદ કરવા જઈ રહ્યા છે.

કાશી વિશ્વનાથને એક મીડિયા રીપોર્ટ મુજબ કહ્યું, ‘હું માત્ર આ ચાહકોને કહેવા માંગુ છું. જ્યારે પણ એમએસ ધોની હરાજીમાં ટીમ પસંદ કરે છે અને તે ચાહકોને ક્યારેય નિરાશ નહીં કરે. તે આવી જ રીતે ટીમ પસંદ કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે IPL ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ અને અન્ય અધિકારીઓ હંમેશા હાજર રહે છે અને તેઓ ફોન પર કોઈની સાથે વાત કરતા હોય છે. સામે છેડે જે વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હોય છે તે બીજું કોઈ નહીં પણ કેપ્ટન ધોની છે.

ચેન્નાઈ કયા ખેલાડીઓ પર દાવ લગાવશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યા ખેલાડીઓ પર દાવ લગાવશે તે તો જાણી શકાયું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ધોની તેની ટીમના કેટલાક જૂના ખેલાડીઓને ચોક્કસ ખરીદશે. આ ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડુ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ અને ડ્વેન બ્રાવો જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ જ ચેન્નાઈ સુપર કિંગ્સને મજબૂત ટીમ બનાવી છે અને આ ફ્રેન્ચાઈઝી તેમને ખરીદવા માટે સૌથી મોટી બોલી લગાવવાનું પણ ચૂકશે નહીં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચેન્નાઈએ આ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે

ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં પહેલું નામ રવિન્દ્ર જાડેજાનું છે, જેને 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. એમએસ ધોનીને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. મોઈન અલી 8 અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે.

કઇ ટીમનુ કેવી છે પર્સની સ્થિતી

ખરીદી માટે પર્સની સ્થિતી જાણવી જરુરી છે. આ માટે સૌથી પહેલા જોઇએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના પર્સમાં 48 કરોડ રૂપિયા છે. જયારે દિલ્હી કેપિટલ્સ 47.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ 48 કરોડ સાથે હરાજીમાં પ્રવેશવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ રૂ. 52 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 57 કરોડ, લખનઉ સુપરજાયન્ટ રૂ. 59 કરોડ, રાજસ્થાન રોયલ્સ રૂ. 62 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ રૂ. 68 કરોડ સાથે મેદાનમાં ઉતરશે. પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 72 કરોડ રૂપિયા છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: ત્રીજી વનડેમાં પણ વિરાટ કોહલીનું બેટ ફ્લોપ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

 

Published On - 8:53 am, Sat, 12 February 22

Next Article