IPL 2022: કોલકાતા-મુંબઈ-ચેન્નઈ અન્ય ટીમોની રમત બગાડી શકે છે, પોઈન્ટ ટેબલનું સમીકરણ સમજો

|

May 03, 2022 | 2:54 PM

IPL 2022 : લીગમાં પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમ 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જો ગુજરાતની ટીમ તેની બાકીની 5 મેચોમાં એક પણ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે.

IPL 2022: કોલકાતા-મુંબઈ-ચેન્નઈ અન્ય ટીમોની રમત બગાડી શકે છે, પોઈન્ટ ટેબલનું સમીકરણ સમજો
Chennai Super Kings (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પ્લે ઓફની લડાઈ રસપ્રદ બની રહી છે. સોમવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે 2 વખતની ચેમ્પિયન કોલકાતાએ પ્લે ઓફમાં પહોંચવાની આશા અકબંધ રાખી છે. જીત બાદ 2 વખતની ચેમ્પિયન કોલકાતાની ટીમ પંજાબ કિંગ્સ (Punjab Kings) ને પાછળ છોડીને પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે પહોંચી ગઈ છે.

પ્લે ઓફની રેસમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સિવાય બાકીની તમામ ટીમો પ્લે ઓફની રેસમાં યથાવત છે. પણ ટેકનિકલી જોઇએ તો મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર નથી. જો ટોચની 5 ટીમોને 14 પોઈન્ટ મળે છે, તો મુંબઈ માટે ક્વોલિફાય થવું અશક્ય બની જશે. કારણ કે જો હાલ મુંબઈની ટીમ હાલ તેની બાકીની 5 મેચ જીતી જાય તો પણ તેના 12 પોઈન્ટ્સ રહેશે.

ગુજરાત ટાઇટન્સ હાલ ટેબલમાં પહેલા સ્થાને છે

IPL 2022 ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમ 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) બીજા નંબર પર છે. જેના 14 પોઈન્ટ છે. જો ગુજરાત તેની બાકીની 5 મેચોમાં એક પણ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ છે, જેના 12 પોઈન્ટ છે. હૈદરાબાદ અને બેંગ્લોર ટીમો 10 પોઈન્ટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા નંબર પર છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ત્યાર બાદ છઠ્ઠા નંબર પર દિલ્હી કેપિટલ્સ, સાતમા નંબરે કોલકાતા અને આઠમા નંબર પર પંજાબ કિંગ્સની ટીમ છે. ત્રણેય ટીમના 8-8 પોઈન્ટ છે. છેલ્લા 2 સ્થાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે.

કોલકાતા અને ચેન્નઈ ટીમને બાકીની તમામ મેચ જીતવી જરૂરી

સમગ્ર પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ખબર પડે છે કે જો આગામી દિવસોમાં કોલકાતા અને ચેન્નઈની ટીમો મેચ જીતે છે તો બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ જેવી ટીમોની રમત બગડી શકે છે. જો કે કોલકાતા અને ચેન્નઈને હવે પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે તેમની તમામ મેચો જીતવી પડશે. તો જ આ ટીમોને પ્લે ઓફમાં પહોંચવાની તક મળી શકે છે.

Next Article