
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં લખનૌ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ કોલકાતાને 75 રનના મોટા માર્જીનથી માત આપી હતી. જોકે આ મેચમાં એક એવો રેકોર્ડ જોવા મળ્યો હતો, જે જાણીને તમને પણ હસવું આવશે. મેચમાં લખનૌ ટીમના સુકાની લોકેશ રાહુલ આ મેચમાં અનોખી રીતે આઉટ થયો હતો. લોકેશ રાહુલ (KL Rahul) આ મેચમાં એક પણ બોલ રમ્યા વગર આઉટ થયો હતો. તે આ સિઝનમાં ડાયમંડ ડક પર આઉટ થયો હતો, તે લગભગ 4 મિનિટ ક્રિસ પર રહ્યો હતો.
મહત્વનું છે કે આ સિઝનમાં ‘ડાયમંડ ડક’ પર આઉટ થનાર તે પહેલો ખેલાડી બની ગયો છે. શું તમને ખબર છે કે ક્રિકેટમાં ડાયમંડ ડક સિવાય પણ ઘણા અન્ય તબક્કા છે, જેમાં બેટરની આઉટ થવાની ઘટનાને આધારે વિવિધ કેટેગરીમાં તારવી શકાય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ક્રિકેટની દુનિયામાં કેટલા પ્રકારના ડક આવે છે.
લખનૌ ટીમના ઓપનર ડિકોકે પહેલી ઓવરના પાંચમાં બોલ પર શોટ ફટકાર્યો. આ શોટ કોલકાતા ટીમના સુકાની શ્રેયસ અય્યરના હાથમાં પહોંચી ગયો હતો. લખનૌ ટીમના સુકાની લોકેશ રાહુલ આ બોલ પર રન લેવા માંગતો હતો, તે પીચમાં અડધે સુધી પહોંચી પણ ગયો હતો. ત્યારે ડિકોકે તને પાછો મોકલ્યો હતો.
આ જોઈને કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરે તકનો લાભ લેતા નોન સ્ટ્રાઈકર પરની વિકેટ પર બોલ સીધો થ્રો કર્યો હતો. જેમાં લોકેશ રાહુલ ક્રિઝ પર પહોંચે તે પહેલા બોલ વિકેટની પાર થઈ ગયો હતો અને સુકાની લોકેશ રાહુલ એક પણ બોલ રમ્યા વગર શુન્ય રને આઉટ થઈ ગયો હતો. આમ તે આ સિઝનનો પહેલા ખેલાડી બન્યો, જે ડાયમંડ ડક પર આઉટ થયો હતો.
ક્રિકેટની દુનિયામાં ‘ડક’ ના ઘણા પ્રકાર હોય છે. ડક એટલે બેટર એક પણ રન બનાવ્યા વગર આઉટ થય જાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં કેટલા ‘ડક’ હોય છે.