IPL 2022: આગામી સિઝનના સ્થળ પસંદગી માટે BCCI એ નવો ‘પ્લાન’ ઘડ્યો, UAE નહી આ બે દેશોના નામ છે આગળ

|

Jan 13, 2022 | 9:35 AM

ભારતમાં કોરોનાને લઈને બગડતી પરિસ્થિતિમાં, UAE છેલ્લા બે વર્ષથી BCCI ની મોટી ક્રિકેટ ઈવેન્ટ્સ માટે પ્રથમ પસંદગી છે.

IPL 2022: આગામી સિઝનના સ્થળ પસંદગી માટે BCCI એ નવો પ્લાન ઘડ્યો, UAE નહી આ બે દેશોના નામ છે આગળ
IPL ની ગત સિઝનને ભારતમાં અધવચ્ચે જ કોરોનાને લઇ અટકાવવી પડી હતી

Follow us on

IPL ની નવી સિઝન આવવાની છે. પરંતુ, કોરોના (Covid-19) પણ આવી ગયો છે, જે દરરોજની સાથે દેશભરમાં તેનો વ્યાપ વધારી રહ્યો છે. તે લોકોને તેની પાયમાલીનો શિકાર બનાવી રહી છે. યાદ નથી કે ગત સિઝનમાં કોરોનાએ મધ્યમાં ભારતમાં આયોજિત લીગ પર કેવી રીતે બ્રેક લગાવી હતી. ત્યારબાદ BCCI એ બાકીની મેચ માટે UAE જવું પડ્યું. મીડિયા અહેવાલ મુજબ, હવે આઈપીએલ (IPL 2022) ની આગામી સીઝનમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ અન્ય પ્લાન પર કામ કરી રહ્યું છે.

જો ભારત એપ્રિલ સુધીમાં કોરોનાની ગતિને રોકે નહીં તો BCCI વિદેશમાં ફરી તેનું આયોજન કરી શકે છે. આ વાત કોરોનાના આંક વધવાની શરુઆત સાથે જ ચર્ચાઇ રહી છે. પરંતુ તે વિદેશી દેશ UAE નહીં હોય. આ વખતે BCCIના નવા ઘડાઇ રહેલા પ્લાન મુજબ જે બે દેશોના નામ આગળ વધી રહ્યા છે, એક દક્ષિણ આફ્રિકા અને બીજું શ્રીલંકા મનાઇ રહયુ છે. દક્ષિણ આફ્રિકાને વર્ષ 2009 માં એકવાર BCCIની T20 લીગનું આયોજન કરવાનો અનુભવ છે.

UAE – BCCI સિવાયના વિકલ્પો શોધવા પડશે

ભારતમાં કોરોનાને લઈને બગડતી પરિસ્થિતિમાં, UAE છેલ્લા બે વર્ષથી BCCIની મોટી ક્રિકેટ ઈવેન્ટ્સ માટે પ્રથમ પસંદગી છે. ત્યાં IPL 2021 નો સેકન્ડ હાફ રમાયો હતો. ત્યારબાદ ટી20 વર્લ્ડ કપ 2021નું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંતુ, હવે BCCIએ UAE સિવાય વેન્યુના કેટલાક અન્ય વિકલ્પો પર વિચારવાનું શરૂ કર્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI અધિકારીએ કહ્યું કે, “અમે હંમેશા એકલા UAE પર આધાર રાખી શકીએ નહીં. આપણે બીજા વિકલ્પો શોધવા પડશે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેનો સમયનો તફાવત પણ ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોને ઘણો અનુકૂળ આવશે.”

દક્ષિણ આફ્રિકા આ માટે યોગ્ય પસંદગી

ભારત દક્ષિણ આફ્રિકાના સમય કરતાં 3 કલાક 30 મિનિટ આગળ છે. મતલબ કે પહેલો બોલ દક્ષિણ આફ્રિકામાં સાંજે 4 વાગ્યે શરુ કરવામાં આવશે, જ્યારે ભારતમાં સાંજે 7:30 થશે. આનાથી પ્રસારણના સમય પર કોઈ અસર થશે નહીં અને મેચ પણ યોગ્ય સમયે ખતમ થશે, જેના કારણે ખેલાડીઓને આરામ પણ મળશે.

આઈપીએલ 2022 માટે બીસીસીઆઈના પ્લાન બીમાં દક્ષિણ આફ્રિકાનું નામ પણ મોખરે છે. કારણ કે તાજેતરની શ્રેણી ત્યાં સફળતાપૂર્વક સમાપ્ત થઈ છે. પછી તે ભારત A ટીમનો પ્રવાસ હોય કે સિનિયર ટીમ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી. આ બંને શ્રેણીની સફળતાએ BCCIને UAEને બદલે દક્ષિણ આફ્રિકા વિશે વિચારવા મજબૂર કરી દીધું છે.

 

આ પણ  વાંચોઃ ICC U19 World Cup: વિશ્વ ચેમ્પિયન બનવા માટે યુવાઓનો જંગ, અહીં વાંચો તમામ ટીમોનો પૂરો સ્કવોડ

આ પણ વાંચોઃ IND vs SA: જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલ વડે ‘ગીલ્લી’ જ નહી માર્કરમના હોશ ઉડાવી દીધા, જુઓ Video

Published On - 9:29 am, Thu, 13 January 22

Next Article