GT vs SRH, IPL 2022: ગુજરાત સામે અભિષેક અને માર્કરમની અડધી સદીની રમત વડે હૈદરાબાદે 195 રનનો સ્કોર ખડક્યો, શામીની 3 વિકેટ

|

Apr 27, 2022 | 10:00 PM

શામીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને પરેશાન રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અભિષેક શર્મા (Abhishek Sharma) અને એઈડન માર્કરમે શાનદાર અડધી સદી વડે ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા.

GT vs SRH, IPL 2022: ગુજરાત સામે અભિષેક અને માર્કરમની અડધી સદીની રમત વડે હૈદરાબાદે 195 રનનો સ્કોર ખડક્યો, શામીની 3 વિકેટ
Abhishek Sharma એ શાનદાર અડધી સદી ફટકારી

Follow us on

IPL 2022 ની 40 મી મેચ મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Gujarat Titans vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા એ ટોસ જીતીને બેટીંગ માટે પ્રથમ હૈદરાબાદને નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદે શરુઆતમાં જ કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ સસ્તામાં ઝડપી હતી. પરંતુ અભિષેક (Abhishek Sharma) અને એઇડન માર્કરમ (Aiden Markram) ની અડધી સદી સાથેની શાનદાર રમતે ગુજરાતના બોલરો સામે બેટ વડે આક્રમણ કર્યુ હતુ મોહમ્મદ શામી રંગમાં જોવા મળ્યો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 195 રનનો સ્કોર ખડક્યો હતો.

હૈદરાબાદની ટીમે શરુઆત સારી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેપ્ટન કેન વિલિયમસન સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે 5 રનનો વ્યક્તિગત સ્કોર કરીને શામીના બોલ પર બોલ્ડ થયો હતો. રાહુલ ત્રિપાઠીએ પણ આક્રમક રમતની શરુઆતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ પણ 10 બોલમાં 16 રન કરીને શામીનો શિકાર થયો હતો. જોકે બાદમાં એઈડન માર્કરમ અને અભિષેક શર્માએ શાનદાર રમત રમીને સ્થિતીને સંભાળીને ટીમનો સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધાર્યુ હતુ. સાથે જ કેન અને રાહુલની વિકેટનુ દબાણનો અહેસાસ પણ થવા નહી દઈ ગુજરાતને પરેશાન કરવા પ્રયાસ કર્યો હતો.

અભિષેક શર્માએ 42 બોલમાં 65 રન ફટકાર્યા હતા. 3 છગ્ગા અને 6 ચોગ્ગા પણ ઈનીંગમાં ફટકાર્યા હતા. એઇડન માર્કરમે 40 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ શાનદાર ભાગીદારી રમત રમીને ટીમેને મોટા સ્કોર સુધી પહોંચાડવા માટેનો સફળ પ્રયાસ કર્યો હતો. અંતમાં શશાંક સિંહ 3 છગ્ગા ફટકારીને 6 બોલમાં અણનમ 25 રન ફટકારીને સ્કોર બોર્ડને ઉંચુ લઈ ગયો હતો. નિકોલસ પૂરન (3) અને વોશિંગ્ટન સુંદર (3) સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શામીની 3 વિકેટ

મોહમ્મદ શામીએ શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 39 રન ગુમાવ્યા હતા પરંતુ 3 વિકેટ મહત્વની મેળવી હતી. યશ દયાલે પણ કસીને બોલીંગ કરી હતી. જોકે તેને એક વિકેટ મળી હતી. અલ્ઝારી જોસેફને પણ એક વિકેટ મળી હતી. લોકી ફરગ્યુશન ખૂબ જ ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 52 રન કર્યા હતા.

 

આ પણ વાંચો : Priyanka Jawalkar Dating KKR Cricketer : કોલકોતાની ટીમના આ સ્ટાર ખેલાડીને ડેટ કરી રહી છે પ્રિયંકા જાવલકર!

આ પણ વાંચો : IPL 2022: બેંગ્લોર અને દિલ્હીને થઈ રહ્યો છે હવે અફસોસ! રાજસ્થાન માટે અશ્વિન-ચહલની જોડી દમદાર પ્રદર્શન દર્શાવી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:22 pm, Wed, 27 April 22

Next Article