GT vs MI, IPL 2022: રોહિત-ઈશાનની તોફાની શરુઆત વડે મુંબઈ ઈન્ડિયન્સે 178 રનનુ લક્ષ્ય ગુજરાત સામે રાખ્યુ, રાશિદ ખાને 2 વિકેટ ઝડપી

|

May 06, 2022 | 9:29 PM

રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશને (Ishan Kishan) 74 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ તોફાની રમત રમી હતી. તેમણે પાવર પ્લેમાં 63 રન ફટકાર્યા હતા.

GT vs MI, IPL 2022: રોહિત-ઈશાનની તોફાની શરુઆત વડે મુંબઈ ઈન્ડિયન્સે 178 રનનુ લક્ષ્ય ગુજરાત સામે રાખ્યુ, રાશિદ ખાને 2 વિકેટ ઝડપી
રોહિત શર્મા અને ઈશન કિશને સારી શરુઆત કરાવી હતી

Follow us on

IPL 2022 ની 51મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Gujarat Titans vs Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ મુંબઈ એ પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતરવુ પડ્યુ હતુ. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશને સારી શરુઆત કરાવી હતી. જોકે બાદમાં મુંબઈ સારી શરુઆતનો ફાયદો લઈ શક્યુ નહોતુ. કારણ કે સૂર્યકુમાર અને પોલાર્ડ યોગ્ય યોગદાન આપી શક્યા નહોતા. ટિમ ડેવિડે અંતમાં શાનદાર આક્રમક અણનમ ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને મુંબઈએ 177 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

મુંબઈની ઓપનીંગ જોડીએ સારી રમત દર્શાવી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનીંગ કરવા માટે આવ્યા હતા અને તેઓએ શરુઆતથી જ બેટ ખોલીને રમત દર્શાવી હતી. બંનેએ જ્યા મોકો મળે ત્યાં બાઉન્ડરી મેળવવાની તક શોધી નિકાળી હતી. જોકે 74 રનના સ્કોર પર રોહિત શર્માના રુપમાં પ્રથમ વિકેટ મુંબઈએ ગુમાવી હતી. રોહિત શર્માએ 28 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત બાદ સૂર્યકુમાર બેટીંગ કરવા માટે આવ્યો હતો. પરંતુ ટીમના 99 રનના સ્કોર પર તેણે 13 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશન ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કિયરોન પોલાર્ડ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો, તેણે 14 બોલનો સામનો કરીને માત્ર 4 રન નોંધાવ્યા હતા.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

અંતમાં ડેવિડની આક્રમક રમત

ટિમ ડેવિડે અંતમા મુંબઈના સાર સ્કોરની આશા પુરી કરી હતી. તેણે 21 બોલમાં 4 છગ્ગા વડે 44 રન નોંધાવ્યા હતા. તેણે શાનદાર અંદાજમાં રમત દર્શાવી હતી. તિલક વર્માએ પણ 16 બોલમાં 21 રન રન નોંધાવ્યા હતા. ડેનિયલ સેમ્સ શૂન્યમાં આઉટ થયો હતો. જ્યારે મુરુગન અશ્વિન શૂન્ય રન પર નોટ આઉટ રહ્યો હતો.

રાશિદ ખાને આજે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરના પોતાના સ્પેલમાં 24 રન આપ્યા હતા. લોકી ફરગ્યુશન, અલ્ઝારી જોસેફ અને પ્રદિપ સાંગવાને એક એક વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શામી સૌથી વધુ ખર્ચાળ રહ્યો હતો. તેણે 42 રન 4 ઓવરમાં આપ્યા હતા. જ્યારે જોસેફે 4 ઓવરમાં 41 રન આવ્યા હતા.

Published On - 9:23 pm, Fri, 6 May 22

Next Article