IPL 2022: RCB માટે સારા સમાચાર, ગ્લેન મેક્સવેલ ટીમ સાથે જોડાયા; જાણો ક્યારે રમાશે પોતાની પહેલી મેચ

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાઇ ગયો છે. તેના 27 માર્ચે લગ્ન હતા. આ કારણથી તે શરૂઆતની મેચોમાં ટીમ સાથે જોડાઇ શક્યો ન હતો.

IPL 2022: RCB માટે સારા સમાચાર, ગ્લેન મેક્સવેલ ટીમ સાથે જોડાયા; જાણો ક્યારે રમાશે પોતાની પહેલી મેચ
Glenn Maxwell (File Photo)
| Edited By: | Updated on: Apr 01, 2022 | 6:47 PM

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glen Maxwell) ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રમતો જોવા મળશે. લગ્ન બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાઇ ગયો છે. બેંગ્લોર ટીમે પોતાના સોશિયલ મીડિયા પર મેક્સવેલના જોડાવાની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલ આજે એટલે કે 1લી એપ્રિલે ભારત પહોંચી ગયો છે. જોકે તે હાલ કોઇ પ્રેક્ટિસ કરી શકશે નહીં. આઈપીએલ (IPL) ના નિયમો પ્રમાણે ગ્લેન મેક્સવેલને પહેલા 3 દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. ત્યાર બાદ જ તે ટીમ સાથે પ્રેક્ટિસમાં જોડાઇ શકશે નહીં.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની વાત કરીએ તો તેની ટીમે અત્યાર સુધી બે મેચ રમી છે. જેમાં એક મેચમાં હાર અને એક મેચમાં જીત મળી છે. લીગમાં પોતાની પહેલી જ મેચમાં બેંગ્લોર ટીમને પંજાબ કિંગ્સ ટીમે કારમી હાર આપી હતી. પહેલી જ મેચમાં બેંગ્લોરનો 5 વિકેટે પરાજય થયો હતો. તો બીજી મેચમાં બેંગ્લોરે વાપસી કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને 3 વિકેટે માત આપી હતી.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મેક્સવેલ નહીં રમી શકે

હાલ મળતી માહિતી પ્રમાણે બેંગ્લરો ટીમના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ (Glen Maxwell) 5 એપ્રિલે રમાનાર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચમાં નહીં રમી શકે. તેનો અર્થ એ થયો કે તે પ્રથમ ત્રણ મેચો ગુમાવશે. ગ્લેન મેક્સવેલ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવીને આગામી 4 એપ્રિલથી પ્રેક્ટિસ શરૂ કરશે. એવું માનવામાં આવે છે કે તે 9 એપ્રિલે રમાનાર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામેની મેચથી એક્શનમાં જોવા મળશે.

 

 

કોલકાતા સામેની બીજી મેચમાં બેંગ્લોરે પહેલી જીત મેળવી હતી

મહત્વનું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને IPL 2022 ની પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં આરસીબીએ પ્રથમ મેચ રમીને 200થી વધુ રન બનાવ્યા હતા. આમ છતાં ફાફ ડુ પ્લેસિસની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમની બીજી મેચમાં RCB નો વિજય થયો હતો. તેઓએ કોલકાતાને હરાવી IPL 2022 ની તેમની પહેલી જીત નોંધાવી હતી. બેંગ્લોર ટીમે કોલકાતાને માત્ર 128 રનમાં જ રોકી દીધું હતું અને બેંગ્લોરે આ આસાન મેચ 3 વિકેટે જીતી લીધી હતી.

આ પણ વાંચો : IPL 2022: મહેન્દ્ર સિંહ ધોની ડેથ ઓવરનો ‘કિંગ’ છે, માહીનો આ રેકોર્ડ તોડવા કોઈ પણ ખેલાડી માટે સહેલું નહીં હોય

આ પણ વાંચો : IPL 2022: ‘સ્પીડસ્ટાર’ ઉમરાન મલિક સાથે લાગી શરત, નિકોલસ પૂરને બંને હાથે બોલિંગ કરી, Video