IPL 2022: પંજાબ કિંગ્સને મળ્યા સારા સમાચાર, ચેન્નઈ સામેની મેચમાં આ ખેલાડી મેદાન પર ઉતરી શકે છે, બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

|

Apr 03, 2022 | 2:41 PM

Chennai Super Kings vs Punjab Kings: IPL 2022માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. બંને મેચોમાં 175થી વધુ રન થયા છે અને માત્ર પીછો કરતી ટીમો જ જીતી શકી છે.

IPL 2022: પંજાબ કિંગ્સને મળ્યા સારા સમાચાર, ચેન્નઈ સામેની મેચમાં આ ખેલાડી મેદાન પર ઉતરી શકે છે, બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
Ravindra Jadeja and Mayank Agarwal

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમોની આ ત્રીજી મેચ છે. પંજાબ કિંગ્સે અત્યાર સુધી એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી જીતનો સ્વાદ ચાખ્યો નથી. પંજાબે સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પંજાબ તેમની ખોવાયેલી ગતિ પાછી મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ 2022ની તેમની પ્રથમ જીત પર નજર રાખશે.

IPL 2022ની અત્યાર સુધી 2 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ છે. બંને મેચોમાં 175થી વધુનો સ્કોર થયો છે અને માત્ર લક્ષ્યાંકનો પીછો કરતી ટીમો જ જીતી શકી છે. આ મેચ પણ રાત્રીની છે. રાત્રીના મેચમાં ઝાકળની ભૂમિકા મહત્વની બની જાય છે. ઝાકળને કારણે બોલરો માટે પકડ બનાવવી મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં એવી પણ સંભાવના છે કે જે કેપ્ટન ટોસ જીતે છે તે બોલિંગ કરવાનું પસંદ કરે છે.

જોની બેરસ્ટો આજે મેદાન પર ઉતરી શકે છે

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ માટે સારા સમાચાર એ છે કે ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટો (Jonny Bairstow) ટીમ સાથે જોડાઈ ગયો છે. શક્ય છે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ હશે. મયંક અગ્રવાલ ભારતીય ઓલરાઉન્ડર ઋષિ ધવનને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો અત્યાર સુધી આ સિઝનમાં અસરકારક પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ડેથ ઓવરોમાં ટીમમાં નિષ્ણાત બોલરોનો અભાવ છે. રવિન્દ્ર જાડેજા પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરી શકે છે. મુકેશ ચૌધરીની જગ્યાએ તુષાર દેશપાંડે પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે તો ઈંગ્લેન્ડનો અનુભવી ઓલરાઉન્ડર ક્રિસ જોર્ડન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કરી શકે છે. ક્રિસ જોર્ડનને ગળામાં ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે વાપસી કરવા માટે તૈયાર છે.

પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

શિખર ધવન, મયંક અગ્રવાલ (સુકાની), ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો, એમ શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ.

ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (સુકાની), એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, એડમ મિલ્ને, તુષાર દેશપાંડે/મુકેશ ચૌધરી.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર Ishan Kishan હાર બાદ પણ ચમકી રહ્યો છે, અડધી સદીના મામલે વિરેન્દ્ર સેહવાગની કરી બરાબરી

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત સામે હાર બાદ Rishabh Pant એ ખુદની ભૂલ નજરઅંદાજ કરી બેટ્સમેનોનો કાંઢ્યો વાંક, કહ્યુ સારુ રમી શકતા

Next Article