IPL 2022 Auction: 20 ખેલાડીઓએ Base Prise રાખી 1.5 કરોડ રુપિયા, કોણ કોણ છે આ ક્રિકેટરો જાણો

|

Feb 01, 2022 | 7:38 PM

IPL 2022 Mega Auction માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે અને હવે 12-13 ફેબ્રુઆરીએ યોજાનારી આ હરાજીમાં તમામ ટીમો ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરશે.

IPL 2022 Auction: 20 ખેલાડીઓએ Base Prise રાખી 1.5 કરોડ રુપિયા, કોણ કોણ છે આ ક્રિકેટરો જાણો
washington sundar સહિત કયા 20 ખેલાડીઓ 1.5 કરોડ બેઝ પ્રાઇઝ રાખી છે?

Follow us on

BCCI એ IPL 2022 માટે યોજાનારી મેગા ઓક્શન (IPL Mega Auction) માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી IPL 2022 ની હરાજીમાં કુલ 590 ખેલાડીઓ ભાગ લેશે. હરાજીમાં દરેક ખેલાડીએ પોતાની બેઝ પ્રાઈસ નક્કી કરી છે. સૌથી વધુ બેઝ પ્રાઈસ બે કરોડ છે જેમાં 48 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. આ પછી 1.5 કરોડ રૂપિયાનું બ્રેસ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આમાં કુલ 20 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે.

એક કરોડના બેઝ પ્રાઈસની યાદીમાં કુલ 34 ખેલાડીઓ છે. અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે 1.5 કરોડની બેઝ પ્રાઈઝની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ હરાજીમાં ભાગ લેનારા કુલ ખેલાડીઓ વિશે વાત કરીએ તો, 590 ખેલાડીઓમાંથી, કુલ 228 ખેલાડીઓ કેપ્ડ પ્લેયર્સ છે જ્યારે 355 અનકેપ્ડ પ્લેયર્સ છે. સાત ખેલાડીઓ એશોસીએટ દેશોના છે.

આ એવા ખેલાડીઓ છે જે 1.5 કરોડનું બ્રેસ પ્રાઇઝ ધરાવે છે

1. શિમરોન હેટમાયર, વેસ્ટ ઈન્ડિઝ 2. જેસન હોલ્ડર, વેસ્ટ ઈન્ડિઝ 3. વોશિંગ્ટન સુંદર, ભારત 4. જોની બેરસ્ટો, ઈંગ્લેન્ડ 5. નિકોલસ પૂરન, વેસ્ટ ઈન્ડિઝ
6. અમિત મિશ્રા, ભારત 7. એરોન ફિન્ચ, ઓસ્ટ્રેલિયા 8. ડેવિડ મલાન, ઈંગ્લેન્ડ 9. ઇયોન મોર્ગન. ઈંગ્લેન્ડ 10. જેમ્સ નીશમ, ન્યુઝીલેન્ડ
11. ઈશાંત શર્મા, ભારત 12. એલેક્સ હેલ્સ, ઈંગ્લેન્ડ 13. ક્રિસ લિન, ઓસ્ટ્રેલિયા 14. ગ્લેન ફિલિપ્સ, ન્યુઝીલેન્ડ 15. એડમ મિલ્ને, ન્યુઝીલેન્ડ
16. ઉસ્માન ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 17. લુઈસ ગ્રેગરી , ઈંગ્લેન્ડ 18. કેન રિચર્ડસન, ઓસ્ટ્રેલિયા 19. ટિમ સાઉથી, ન્યુઝીલેન્ડ 20. કોલિન મુનરો, ન્યુઝીલેન્ડ

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ દેશોના ખેલાડીઓ હરાજીમાં સામેલ

આ યાદીમાં ત્રણ ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના છે જ્યારે ત્રણ ખેલાડીઓ ભારતના છે. પાંચ ખેલાડીઓ ઈંગ્લેન્ડની બેઝ પ્રાઈસ 1.5 કરોડમાં છે. ચાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. પાંચ ખેલાડીઓ ન્યુઝીલેન્ડના છે.

ટીમો કરશે તૈયારીઓ

હવે જ્યારે ખેલાડીઓની યાદી ફાઈનલ થઈ ગઈ છે, ત્યારે તમામ 10 ટીમો આ યાદીમાં પોતપોતાના હિસાબે ખેલાડીઓની પસંદગી કરશે અને તેમને હરાજીમાં ખરીદવાનો પ્રયાસ કરશે. દરેક ટીમ તેમના સંયોજનને નક્કી કરીને હરાજીમાં આવશે. આ વખતે હરાજીમાં કુલ 10 ફ્રેન્ચાઈઝી ભાગ લઈ રહી છે. આ વખતે લખનૌ અને અમદાવાદથી બે ફ્રેન્ચાઈઝી આવી રહી છે.

લખનૌ ફ્રેન્ચાઇઝીની ટીમનું નામ લખનૌ સુપરજાયન્ટ્સ હશે, જોકે અમદાવાદે હજુ તેની ટીમનું નામ જાહેર કર્યું નથી. લખનૌએ કેએલ રાહુલને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે અને અમદાવાદે હાર્દિક પંડ્યાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. લખનૌએ માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને પણ સામેલ કર્યા છે જ્યારે અમદાવાદે શુભમન ગિલને તેમની ટીમમાં સામેલ કર્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

 

આ પણ વાંચોઃ  PSL 2022: પુષ્પા વોક ડાન્સ ફિવર હવે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પર સવાર, વાયરલ થયો Video

 

Next Article