IPL 2022 : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની મોટી ભવિષ્યવાણી: ‘ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં RCB જીતશે ખિતાબ’

|

Apr 20, 2022 | 9:52 PM

IPL 2022 : લખનૌ ટીમ સામે જીત બાદ બેંગ્લોર (RCB) ની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. ફાફ ડુ પ્લેસિસની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી છે. આ દરમિયાન તેને પાંચ મેચમાં જીત મળી છે.

IPL 2022 : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની મોટી ભવિષ્યવાણી: ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં RCB જીતશે ખિતાબ
RCB Team (PC: IPLt20.com)

Follow us on

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) નું માનવું છે કે IPL 2022 નું ટાઇટલ જીતવા માટે ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમ તેની ફેવરિટ છે. વોને આગાહી કરી હતી કે RCB આ વર્ષે IPL 2022 માં તેમની સાતમાંથી પાંચ મેચ જીતીને તેમના ખિતાબના દુષ્કાળને સમાપ્ત કરવા માંગશે. સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ને 18 રને હરાવ્યા બાદ માઇકલ વોને કહ્યું હતું કે, ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ બેંગ્લોર આ વર્ષે વધુ સારું પ્રદર્શન કરશે તેમાં કોઈ શંકા નથી.” તમને જણાવી દઇએ કે ગત મેચમાં જોશ હેઝલવુડની ચાર વિકેટની મદદથી, બેંગ્લોર ટીમે લખનૌ ટીમ પર સરળ જીત નોંધાવી. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામેની જીત બાદ બેંગ્લોર ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી પણ ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. જીત બાદ બેંગ્લોરના સેલિબ્રેશનની તસવીરો શેર કરતા વિરાટ કોહલીએ કહ્યું, “એક વધુ મેચ, વધુ એક જીત. આગળ અને ચાલુ.”

લોકેશ રાહુલ અને સ્ટોઇનીસને દંડ ફટકારાયો

આ દરમિયાન, કેએલ રાહુલને આરસીબી સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર નિવેદન અનુસાર, લોકેશ રાહુલે આઈપીએલ આચાર સંહિતાના લેવલ 1ના ગુનાની કબૂલાત કરી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેના સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. તેણે IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ગુનો પણ કબૂલ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં તેની આગામી IPL 2022 મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.

આ પણ વાંચો : IPL 2022 MI vs CSK Live Streaming: જીતવા માટે તૈયાર મુંબઈ અને ચેન્નાઈ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે આ બંનેની ટક્કર

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળ્યો KL રાહુલ, T20માં પૂરા કર્યા 6000 રન, હજુ પણ ન બની શક્યો નંબર 1

Next Article