IPL 2022: આ દિગ્ગજને મળી શકે છે RCBની કમાન, 7 વર્ષ બાદ ટીમમાં થઈ છે વાપસી

|

Mar 03, 2022 | 3:33 PM

IPL 2022: આઈપીએલમાં આ વખતે કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. અત્યાર સુધી 9 ટીમોએ પોતાના સુકાની જાહેર કરી દીધા છે પણ બેંગ્લોરની ટીમે હજુ સુધી પોતાનો સુકાની જાહેર નથી કર્યો.

IPL 2022: આ દિગ્ગજને મળી શકે છે RCBની કમાન, 7 વર્ષ બાદ ટીમમાં થઈ છે વાપસી
AB de Villiers and Virat Kohli (File Photo)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે લીગ ભારતમાં જ રમાઈ રહી છે. આઈપીએલ 2022માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. અત્યાર સુધી લીગમાં 9 ટીમોએ પોતાના સુકાની જાહેર કરી ચુક્યા છે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) અત્યાર સુધી પોતાનો સુકાની જાહેર નથી કર્યો. જોકે મળી રહેલા સમાચાર પ્રમાણે ફ્રેન્ચાઈઝી જલ્દી પોતાની ટીમનો સુકાની જાહેર કરી શકે છે.

સુત્રો પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે વિરાટ કોહલી જ ટીમની કમાન સંભાળે પણ પૂર્વ સુકાની તેના માટે જરા પણ તૈયાર નથી તો તેની સાથે ચર્ચા એ પણ છે કે સાઉથ આફ્રિકાના પૂર્વ સુકાની ફાફ ડુ ફ્લેસિસ ટીમની કમાન સંભાળી શકે છે.

દિનેશ કાર્તિક પણ બની શકે છે સુકાની

જોકે બીજી એ પણ જાણકારી મળી રહી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના પૂર્વ સુકાની દિનેશ કાર્તિકને બેંગ્લોરની ટીમનો સુકાની બનાવવામાં આવી શકે છે. બેંગ્લોર ટીમે દિનેશ કાર્તિકને આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં 5.50 કરોડમાં ખરીદ્યો હતો. તે આ પહેલા કોલકાતા ટીમ સાથે જોડાયેલો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સાત વર્ષ બાદ વાપસી થઈ

તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2015માં પણ દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો સભ્ય રહી ચુક્યો હતો. ત્યારે બેંગ્લોરે તેને મોટી રકમ સાથે ખરીદ્યો હતો. હવે તે ફરી એકવાર બેંગ્લોર ટીમ સાથે જોડાઈ ગયો છે. દિનેશ કાર્તિક પણ બેંગ્લોર માટે ફરીથી રમવા માટે ઘણો ઉત્સુક છે.

ગત સિઝનમાં નિષ્ફળ રહ્યો હતો કાર્તિક

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ 37 વર્ષના દિનેશ કાર્તિક માટે આઈપીએલ 2021 કઈ ખાસ રહ્યું ન હતું. તેની ટીમ કોલકાતા ભલે ફાઈનલમાં પહોંચ્યું હતું પણ તેના બેટથી કઈ ખાસ રન બન્યા ન હતા. ટુર્નામેન્ટમાં તેણે 17 મેચમાં માત્ર 223 રન જ બનાવ્યા હતા. તે સમયે તેનો સૌથી વધુ સ્કોર 40 રનનો હતો.

આ પણ વાંચો : IPL 2022: આઇપીએલ ચાહકો માટે ખુશીના સમાચાર, મહારાષ્ટ્ર સરકારે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો : ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે તેના 15 વર્ષ જુના કોચનો સાથ છોડ્યો

Published On - 11:41 pm, Wed, 2 March 22

Next Article