IPL 2022: ‘લાઈન-લેન્થ પર ફોકસ ન કરો, બને તેટલી ફાસ્ટ બોલ ફેંકો’, ડેલ સ્ટેને ઉમરાન મલિકને આપ્યો ગુરુ મંત્ર

|

Apr 27, 2022 | 11:49 PM

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં ઉમરાન મલિકે (Umran Malik) શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પોતાની સ્પીડથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

IPL 2022: લાઈન-લેન્થ પર ફોકસ ન કરો, બને તેટલી ફાસ્ટ બોલ ફેંકો, ડેલ સ્ટેને ઉમરાન મલિકને આપ્યો ગુરુ મંત્ર
Umran Malik and Dale Steyn (PC: TV9)

Follow us on

હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં પોતાની સ્પીડથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે પણ તેની પ્રશંસા કરી ચુક્યા છે. આ કડીમાં ઈંગ્લેન્ડના ખેલાડી ગ્રીમ સ્વાને ઉમરાન મલિકની સફળતાનો શ્રેય ડેલ સ્ટેઈનને આપ્યો છે. આ દરમિયાન તેણે જણાવ્યું કે કેવી રીતે સ્ટેને ઉમરાન મલિકની બોલિંગ બદલી નાખી.

હૈદરાબાદની બોલિંગ વિશે વાત કરતાં સ્વાને કહ્યું કે તેમની પાસે સારું બોલિંગ આક્રમણ છે. તેમની પાસે જેન્સન છે. જેઓ તેમની ઊંચાઈનો લાભ લઈ શકે છે. આ સિવાય તેની પાસે ઉમરાન મલિક છે. જે પોતાની સ્પીડથી દરેકને પ્રભાવિત કરી રહ્યા છે. તે આઈપીએલમાં કંઈક એવું લઈને આવ્યો છે, જે છેલ્લા ઘણા સમયથી આવ્યો ન હતો.

ડેલ સ્ટેને બદલી દીધો ઉમરાન મલિકનો રસ્તો

જમ્મુ કાશ્મિરના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) એ પોતાના વિશે વાત કરતા કહ્યું કે તેની સફળતા પાછળ સાઉથ આફ્રિકાના પુર્વ દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેન (Dale Steyn)નો હાથ છે. તેણે કહ્યું કે ડેલ સ્ટેને તેને કહ્યું કે તમારે લાઈન અને લેન્થ વિશે ન વિચારવું જોઈએ. ફક્ત સીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને માત્ર ઝડપી બોલ ફેંકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ તને અનુકૂળ છે. તેની બોલિંગ પર તેનું નિયંત્રણ છે. આ કારણે તે બધાને પસંદ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રવિ શાસ્ત્રીએ પણ ઉમરાન મલિકના વખાણ કર્યા હતા

જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીએ પણ તેના વખાણ કર્યા છે. તેણે કહ્યું હતું કે જલ્દી જ ઉમરાન મલિક ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકે છે. આ સિવાય સુનીલ ગાવસ્કરે પણ કહ્યું છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે.

આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલી માટે હવે રવિ શાસ્ત્રીએ જ આપી ગજબની સલાહ, કહ્યુ- IPL છોડી ક્રિકેટ થી દૂર થઇ જા!

આ પણ વાંચો : GT vs SRH, IPL 2022: ગુજરાત સામે અભિષેક અને માર્કરમની અડધી સદીની રમત વડે હૈદરાબાદે 195 રનનો સ્કોર ખડક્યો, શામીની 3 વિકેટ

Published On - 11:48 pm, Wed, 27 April 22

Next Article