IPL 2022 : બેબી એબીનો મોટો ખુલાસો, ડી વિલિયર્સ નહીં પણ આ ભારતીય ખેલાડીને પોતાનો રોલ મોડલ માને છે

|

Apr 17, 2022 | 11:20 PM

Dewald Brevis : આઈપીએલમાં રમવા અંગે તેણે કહ્યું કે, હું આઈપીએલમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું દરેક ખેલાડી સાથે સમય વિતાવી રહ્યો છું.

IPL 2022 : બેબી એબીનો મોટો ખુલાસો, ડી વિલિયર્સ નહીં પણ આ ભારતીય ખેલાડીને પોતાનો રોલ મોડલ માને છે
Dewald Brevis (PC: IPL)

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના સેન્સેશન ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) એ પોતાની બેટિંગથી બધાને દિવાના બનાવી દીધા છે. લોકો તેની સરખામણી મહાન એબી ડી વિલિયર્સ (AB de Villiers) સાથે કરી રહ્યા છે. ડીવાલ્ડ બ્રેવિસ પોતે પણ માને છે કે તે બાળપણથી જ એબી ડી વિલિયર્સને ફોલો કરી રહ્યો છે. તે જ સમયે, હવે તેણે કહ્યું છે કે એબી સિવાય તે કયા ખેલાડીને પોતાનો આદર્શ માને છે.

બ્રેવિસ આ મહાન ખેલાડીને માને છે આદર્શ

ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) એ કહ્યું, ‘મને લાગે છે કે ઘણા લોકો એબી ડી વિલિયર્સને જાણે છે. હું નાનો હતો ત્યારથી તેમને જોતો આવ્યો છું, તેઓ રમત કેવી રીતે રમે છે. પરંતુ હું સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને મારો આઇડલ માનું છું. જે રીતે તે રમતા હતા. તેઓ અદ્ભુત છે. તેણે આગળ કહ્યું, ‘મને વિરાટ કોહલી (Virat Kohli) પણ ગમે છે. તે જ સમયે, મને એક બોલર તરીકે શેન વોર્ન પણ ગમે છે કારણ કે હું પોતે લેગ સ્પિનર ​​છું.

આઈપીએલમાં સચિન તેંડુલકર પાસેથી વધુમાં વધુ શિખવાનો પ્રયાસઃ ડેવાલ્ડ બ્રેવિસ

આઈપીએલ (IPL) માં રમવા અંગે તેણે કહ્યું કે, હું આઈપીએલમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું દરેક ખેલાડી સાથે સમય વિતાવી રહ્યો છું. જ્યારે પણ મને તક મળે છે, હું તેમની (Sachin Tendulkar) પાસેથી બને એટલું શીખવાનો પ્રયત્ન કરું છું. હું આ સમયનો ઉપયોગ વધુને વધુ જાણવા માટે કરી રહ્યો છું. જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ ટીમ સામે રાહુલ ચહરની એક ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે 4 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ સચિન તેંડુલકર અને મહેલા જયવર્દને તેને મેદાન પર મળવા આવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : IPL 2022: કોહલીએ એક સમયે ટીમમાંથી કર્યો હતો બહાર, હવે આ બેટ્સમેન તેની જ ટીમ તરફથી બનાવી રહ્યો છે 197ની એવરેજથી રન

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સ પર આફત ઉતરી, હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે બહાર, રાશિદ ખાન ચેન્નાઈ સામે કેપ્ટનની ભૂમિકામાં

Next Article