ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમના સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું બહાર આવ્યા બાદ હવે સ્થળ બદલવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પંજાબ સામેની મેચ પૂણેને બદલે મુંબઈના બ્રાબન સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. હવે રાજસ્થાન સામેની આગામી મેચ પણ મુંબઈમાં જ શિફ્ટ થઈ ગઈ છે.
દિલ્હીની ટીમના 2 ખેલાડીઓ સહિત કુલ 6 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે દિલ્હી કેપિટલ્સ ટીમના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇ-મેલ દ્વારા, બીસીસીઆઈ એ માહિતી આપી છે કે દિલ્હી કેપિટલ્સ ટીમના ખેલાડી ટિમ સીફર્ટને ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ તમામ ખેલાડીઓનો ફરીથી આરટીપીસીઆર (RT PCR) ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, 22 એપ્રિલના રોજ પુણેમાં રમાનાર મેચને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) શિફ્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે 22 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમો વચ્ચે મેચ રમાશે.
આ મેચના સ્થળના ફેરફાર અંગે માહિતી આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમમાં છઠ્ઠો કોરોના કેસ આવવાને કારણે મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડનો વિકેટકીપર ટિમ સીફર્ટ પણ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે.
🚨 NEWS 🚨: Wankhede Stadium to host Delhi Capitals versus Rajasthan Royals on April 22. #TATAIPL
Match No. 32 involving Delhi Capitals and Punjab Kings scheduled today at Brabourne – CCI will go ahead as per the schedule.
More Details 🔽https://t.co/dlkJjGhguC
— IndianPremierLeague (@IPL) April 20, 2022
નોંધનીય છે કે દિલ્હી ટીમના ફિઝિયો પેટ્રિક ફરહત સૌથી પહેલા કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ટીમના તમામ ખેલાડીઓને હોટલમાં અલગ-અલગ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યાર બાદ ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શના કોરોના સંક્રમિત થવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર તમામ ચાહકો સાથે શેર કરવામાં આવ્યા હતા.