ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. પ્રથમ બે મેચ હારી ચૂકેલી ચેન્નાઈને રવિવારે પંજાબ કિંગ્સ સામે રમવાનું છે. તે પહેલા તેનો એક ખેલાડી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય ખેલાડી ઈજાગ્રસ્ત છે. જોર્ડનને ગળામાં ઈન્ફેક્શનના કારણે 26 માર્ચે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, તે ટીમની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. તેમને સ્વસ્થ થવામાં હજુ એક કે બે દિવસ લાગશે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં મિલને ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર, લખનૌ જાયન્ટ્સ સામેની બીજી મેચમાં રમવા આવ્યો ન હતો.
દીપક ચહર બાદ મિલને અને જોર્ડનની ગેરહાજરીમાં ચેન્નાઈનું પેસ આક્રમણ નબળું પડ્યું છે. યુવા ખેલાડીઓ ખાસ કંઈ કરી શક્યા ન હતા. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે અને મુકેશ ચૌધરી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખાસ કંઈ કરી શક્યા ન હતા. તુષાર અને મુકેશે 7.3 ઓવરમાં 79 રન આપ્યા હતા, જોકે ઈજાગ્રસ્ત ખેલાડીઓને જોતા પંજાબ કિંગ્સ સામે રવિવારની મેચમાં આ બંને ખેલાડીઓને તક મળવાની ખાતરી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 શરૂ થવાના 2 દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી સુકાનીપદમાં કોઈ છાપ છોડી શક્યો નથી. તેના નેતૃત્વમાં ટીમ અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ચૂકી છે. આઈપીએલ 2022 ની શરૂઆતની મેચમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સે હાર આપી હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની બીજી મેચમાં ટીમ 210 રન બનાવવા છતાં 6 વિકેટથી મેચ હારી ગઈ હતી.
આ પણ વાંચો : MI vs RR IPL Match Result: રાજસ્થાનનો મુંબઈ સામે 23 રનથી શાનદાર વિજય, ઈશાન-તિલકની અડધી સદી એળે ગઈ