
IPL 2022 મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. BCCI એ હરાજી (IPL 2022 Mega Auction) માટે 590 ખેલાડીઓની અંતિમ યાદી બહાર પાડી છે અને બેંગલુરુમાં આ બે દિવસીય હરાજીમાં કુલ 590 ખેલાડીઓ ભાગ લેશે. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. આ બે દિવસીય હરાજીમાં, 10 ફ્રેન્ચાઇઝીના સભ્યો પોતાના માટે ટીમ પસંદ કરશે. હરાજીમાં ફ્રેન્ચાઇઝી વતી ટીમના માલિકો અને કોચિંગ સ્ટાફના સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ હરાજી અંગે કોવિડ (IPL New Covid Rule) સંબંધિત નિયમો પણ બનાવ્યા છે.
હરાજી માટે 1,214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ BCCI એ શોર્ટલીસ્ટ કરી અન્ય ખેલાડીઓને કાપી નાખ્યા છે. શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી કુલ 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી ખેલાડીઓ છે.
બીસીસીઆઈ માટે કોવિડના સમયમાં લીગનું આયોજન કરવું એક પડકારજનક છે, લીગ જ નહીં, આ મહામારીને કારણે લોકોને એક જગ્યાએ એકઠા કરવા પણ એક પડકાર છે જેનો બીસીસીઆઈને હરાજી દરમિયાન સામનો કરવો પડશે. તેથી બોર્ડે IPL 2022 હરાજી માટે નવા કોવિડ નિયમો જાહેર કર્યા છે. આ નિયમો શું છે અમે તમને જણાવી રહ્યા છીએ.