Gujarati NewsSportsCricket newsIPL 2022 auction Marquee Set Player list Shikhar Dhawan Shreyas Iyer David Warner Mohammad Shami Faf Du Plessis
IPL 2022 auction: આ 10 ખેલાડીઓ માર્કી પ્લેયર લીસ્ટમાં છે સામેલ, જેમા ધવન અને અય્યર સહિત 4 ભારતીય અને 6 વિદેશી ખેલાડીઓનો સમાવેશ
IPL 2022 auction: માર્કી ખેલાડીઓની યાદીમાં 10 નામો છે. જેમાં શિખર ધવન અને શ્રેયસ અય્યર જેવા ભારતીય ખેલાડીઓ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર પણ સામેલ છે.
Marquee Set Player list માં શિખર ધવન, અશ્વિન અને અય્યરનો સમાવશ થાય છે
Follow us on
શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન આઇપીએલ ઓક્શન (IPL 2022 auction) નુ આયોજન કરવામાં આવ્યુ છે. ઓક્શનમાં વિશ્વભરના 600 ખેલાડીઓ પર બોલી લાગનારી છે. જેમાંથી 10 આઇપીએલ ફેન્ચાઇઝીઓ પોતાની ટીમ બનાવશે. આ દરમિયાન એવા ખેલાડીઓ પર ખાસ નજર રહેશે કે જે સ્ટાર ખેલાડીઓ છે. જે ખેલાડીઓને ઓક્શન દરમિયાન માર્કી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. માર્કી ખેલાડીઓ (IPL Marquee Set Player) ની યાદીમાં 10 નામો છે. જેમાં શિખર ધવન (Shikhar Dhawan) અને શ્રેયસ અય્યર જેવા ભારતીય ખેલાડીઓ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર પણ સામેલ છે.
માર્કી ખેલાડીઓ તરીકે સ્ટાર ખેલાડીઓના જૂથને ઓળખવામાં આવે છે. આ તે ખેલાડીઓ હોય છે, જેમને ઓક્શન દરમિયાન મોટાભાગની ટીમો ખરીદવા ઇચ્છતી હોય છે. આ માટે દરેક ઓક્શન દરમિયાન આવા સમૂહની રચના કરવામાં આવતી હોય છે. જેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા છે. આ વખતે 10 માર્કી ખેલાડીઓમાં 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 6 ખેલાડીઓ વિદેશી છે. આ માર્કી ખેલાડીઓને ખરીદવા માટે તમામ ટીમોની નજર હશે તે સ્વભાવિક છે.
શિખર ધવનઃ ગત સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમ વતી થી રમી રહ્યો હતો. તેણે ગત સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન દર્શાવ્યુ હતુ. તેણે 16 મેચોની 16 ઇનીંગ રમીને 587 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ 39.13 રહી હતી. જ્યારે સ્ટ્રાઇક રેટ 124.62 રહ્યો હતો.
મોહમ્મદ શામીઃ વ્હાઇટ બોલ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શામી ગત સિઝનમાં પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો. જ્યાં તેણે 14 મેચ રમીને 19 વિકેટ ઝડપી હતી.
ડેવિડ વોર્નરઃ ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપ અધવચ્ચેથી થી છોડવી પડી હતી. જોકે તેની રમતને લઇને તે તમામ ટીમોની નજરમાં જરુર રહેશે. તેના માટે ગત સિઝન ખૂબ નિરાશાજનક રહી હતી. જોકે આ દરમિયાન તેણે 195 રન બનાવ્યા હતા.
ફાફ ડુ પ્લેસિસઃ આક્રમક બેટ્સમેન ગત સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે હતો અને તે ઓપનીંગ કરી રહ્યો હતો. તેણે પોતાના દમ પર ગત સિઝન વિજેતા ટીમ ધોની એટલે કે ચેન્નાઇને કેટલીક મહત્વની મેચોમાં જીત અપાવી હતી. ગત સિઝનમાં ડુ પ્લેસિસે 16 મેચ રમીને 633 રન બનાવ્યા હતા.
રવિચંદ્રન અશ્વિનઃ અનુભવી ઓફ સ્પિનર છે. પંજાપ કિંગ્સની ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. અશ્વિનના અનુભવ પર અનેક ટીમોની નજર હશે તે સ્વભાવિક છે. ગત સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો. અશ્વિને 13 મેચોમાં 7 વિકેટ મેળવી હતી. જોકે તેના આ પ્રદર્શનને જોતા દિલ્હી તેને રિલીઝ કરી દીધો હતો.
પેટ કમિન્સઃ 15.50 કરોડની મોટી રકમ સાથે તે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે ગત ઓક્શનમાં જોડાયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટના વર્તમાન કેપ્ટનનો દેખાવ શાનદાર રહ્યો છે. તેણે ગત સિઝનમાં 7 મેચોમાં 9 વિકેટ ઝડપી હતી. તે નિચલા ક્રમે બેટીંગની જવાબદારી સારી રીતે સંભાળવાની ક્ષમતા ધરાવે છે.
શ્રેયસ અય્યરઃ તે દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે અને તેણે દિલ્હીની ટીમને ઉંચાઇ પર લઇ જવામાં સફળ પ્રયાસ કર્યો હતો. આવામાં તેને કેપ્ટનશીપ સોંપવાની નજર થી ટીમ ખરીદવા માટેની યોજના બનાવી શકે છે. તેણે ગત સિઝનમાં ઇજાને લઇને અડધી સિઝન રમી હતી. જેમાં તેણે 8 મેચમાં 175 રન બનાવ્યા હતા.
ક્વિન્ટન ડિકોકઃ દક્ષિણ આફ્રિકાનના આ ખેલાડીની માંગ વધારે રહેશે તે સ્વભાવિક છે. તે ગત સિઝનમાં રોહિત શર્માની ટીમ મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો હતો. તે આક્રમકતા પૂર્વક બેટીંગ કરવા સાથે શ્રેષ્ઠ વિકેટકીપીંગ કરી શકે છે. તેણે ગત સિઝનમાં મુંબઇની ટીમ માટે 11 મેચોમાં રમીને 297 રન બવાવ્યા હતા.
ટ્રેન્ટ બોલ્ટઃ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વતી થી ગત સિઝનમાં રમનારો આ ખેલાડી ન્યુઝીલેન્ડનો ઝડપી બોલર છે. તેણે ગત સિઝનમાં 14 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. તે વર્તમાન ઓક્શનમાં ઉંચા ભાવે ખરીદાઇ શકે છે.
કાગિસો રબાડાઃ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી ચુકેલ કાગિસો રબાડાને ઋષભ પંતની ટીમે રિટેન કર્યો નહોતો. તેણે 15 મેચ ગત સિઝનમાં રમીને 15 વિકેટ ઝડપી હતી.