આઇપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) ના પહેલા દિવસે ઈતિહાસ રચાયો હતો. બેંગ્લોરમાં યોજાયેલી હરાજીમાં 10 ખેલાડીઓને 10 કરોડથી વધુની રકમ મળી, જે આઇપીએલ (IPL 2022) ના ઈતિહાસમાં પ્રથમ વખત છે. અંતિમ IPL ઓક્શનની વાત કરીએ તો વર્ષ 2018માં માત્ર 4 ખેલાડીઓ એવા હતા જેમને 10 કરોડથી વધુની સેલરી મળી હતી. પરંતુ આ વખતે ખેલાડીઓ ખાસ કરીને ભારતીય ખેલાડીઓ (Indian Cricket Players) પર પૈસાનો વરસાદ થયો હતો. માત્ર કેપ્ડ ખેલાડીઓ જ નહીં પરંતુ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પણ ખૂબ માંગ હતી. ઈશાન કિશનને સૌથી વધુ 15.25 કરોડ અને શ્રેયસ અય્યરને 12.25 કરોડ મળ્યા છે. દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ ફાસ્ટ બોલર અવેશ ખાન IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેને લખનૌ સુપરજાયન્ટે 10 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2022 પ્લેયર્સ ઓક્શનના પહેલા દિવસે લખનૌ, દિલ્હી કેપિટલ્સે ઘણી ખરીદી કરી હતી. હૈદરાબાદ, પંજાબ અને રાજસ્થાન પણ પાછળ રહ્યા ન હતા, જોકે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણા ખેલાડીઓ ખરીદ્યા ન હતા. IPL 2022 હરાજીના પ્રથમ દિવસ પછી, દિલ્હી કેપિટલ્સ દ્વારા 13 ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. તે જ સમયે, મુંબઈ અને કેકેઆરની ટીમમાં સૌથી ઓછા ખેલાડીઓ છે. મુંબઈની ટીમમાં કુલ 8 અને KKRની ટીમમાં માત્ર 9 ખેલાડીઓ છે.
આજે રવિવારે ઓક્શન ના બીજા દિવસ પહેલા અને શનિવારે પ્રથમ દિવસ પછી કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખેલાડીઓ ખરીદ્યા, જાણો આગળ.
પંજાબ કિંગ્સનુ પર્સઃ IPL 2022ની હરાજીમાં સૌથી વધુ પૈસા મેળવનાર પંજાબ કિંગ્સના પર્સમાં હવે માત્ર 28.65 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 43.35 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ પર્સઃ IPL 2022 ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 ખેલાડીઓ ખરીદ્યા હતા અને હવે તેના પર્સમાં માત્ર 27.85 કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈએ 4 ખેલાડીઓ માટે 20.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
પંજાબ કિંગ્સ પર્સઃ IPL 2022ની હરાજીમાં સૌથી વધુ પૈસા મેળવનાર પંજાબ કિંગ્સના પર્સમાં હવે માત્ર 28.65 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 43.35 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ પર્સઃ IPL 2022 ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 ખેલાડીઓ ખરીદ્યા હતા અને હવે તેના પર્સમાં માત્ર 27.85 કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈએ 4 ખેલાડીઓ માટે 20.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
ગુજરાત ટાઇટન્સ પર્સઃ ગુજરાત ટાઇટન્સ પાસે 18.85 કરોડ રૂપિયા બાકી છે. ટીમે 33.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સ પર્સઃ દિલ્હી કેપિટલ્સના પર્સમાં બીજા દિવસે 16.5 કરોડ રૂપિયા બાકી છે. પહેલા દિવસે તેણે 31 કરોડ રૂપિયા ખર્ચ્યા.
કેકેઆરનું પર્સઃ કોલકાતા નાઈટ રાઈડર્સના પર્સમાં માત્ર 12.65 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે પહેલા દિવસે 35.35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સ પર્સઃ રાજસ્થાન પાસે હવે માત્ર 12.15 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 49.85 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
આરસીબી પર્સઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે માત્ર 9.25 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે 47.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
લખનૌ સુપરજાયન્ટ્સ પર્સઃ લખનૌમાં માત્ર 6.9 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે પહેલા દિવસે 52.1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
Published On - 10:31 am, Sun, 13 February 22