IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને ‘કરોડપતિ’ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી

|

Feb 13, 2022 | 12:21 PM

IPL 2022 Auction: કર્ણાટકનો અભિનવ મનોહર સદરંગાની (Abhinav Manohar Sadarangani) ને ગુજરાત ટાઇટન્સ ટીમે પોતાની સાથે 2.6 કરોડનો દાવ લગાવીને પોતાની સાથે કર્યો છે, તેણે 6 વર્ષની ઉંમરે ક્રિકેટ શિખવાની શરુઆત કરી હતી

IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને કરોડપતિ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી
Abhinav Manohar Sadarangani ને ગુજરાત ની ટીમે 2.6 કરોડ રુપિયામાં ખરિદ્યો છે

Follow us on

નવી બે ટીમો ઉમેરાતા આ વખતના આઇપીએલ ઓક્શન (IPL 2022 Auction) માં 10 ટીમો હિસ્સો લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટૂર્નામેન્ટમાં નવી ટીમ છે અને જેણે એક મજબૂત ટીમની રચના કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. જે બાબતનો સ્પષ્ટ સંકેત પણ ઓક્શનમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતની ટીમમાં નવોદિત યુવા ખેલાડીઓને તેમના અજાણ્યા રહેલા દમના આધાર પર પોતાની સાથે જોડવામાં આવી રહ્યા છે. જેમાંનો એક ખેલાડી અભિનવ મનોહર સદરંગાની (Abhinav Manohar Sadarangani) છે. ગુજરાતની ટીમની બોલીએ તેના જીવનને પલટી નાંખ્યુ છે.

મીડિયા રિપોર્ટ મુજબ અભિનવના પિતાને ચંપલની દુકાન હતી અને તેના પિતાની ઇચ્છા હતી કે, પુત્રને ક્રિકેટર બનાવવો. આ માટે તેઓએ સ્થાનિક કોચ અને પોતાના મિત્ર ઇરફાન સૈયતને આ અંગે વાત કરી હતી. અભિનવને ક્રિકેટ એકડમીમાં મોકવવા માટેની પણ વાત કહી હતી. ત્યાર બાદ તેના ક્રિકેટની સફરનો પ્રારંભ થયો હતો. તે વખતે અભિનવની ઉંમર માત્ર 6 વર્ષની હતી.

માત્ર 6 વર્ષની ઉંમર થી જ અભિનવની ક્રિકેટ સફર એકડમીમાં એડમીશન મેળવવા સાથે થઇ હતી. તેના પિતાએ તેને આ માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા કે તે સારુ ક્રિકેટ શિખે. અભિનવના પિતા ને ચંપલ વેચવાની દુકાન હતી તો, તેમના મિત્ર ઇરફાન સૈયતને કપડાંની દુકાન હતી. કપડાનો દુકાનદાર મિત્ર સાથો સાથ સ્થાનિક ક્રિકેટ કોંચીંગ પણ કરાવતો હતો. અને આમ તે અભિનવના પણ બાળપણના કોચ હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

શરુઆતમાં ક્રિકેટ થી રસ નહોતો

રિપોર્ટ પ્રમાણે બાળપણના કોચ રહેલા ઇરફાન કહે છે, કે અભિનવને શરુઆતમાં તો ક્રિકેટમાં ખાસ મન લાગી રહ્યુ નહોતુ. પરંતુ ધીરે ધીરે જેમ ક્રિકેટને શિખતો ગયો તેમ તેમ તેને તેમાં રસ પડવા લાગ્યો હતો. અભિનવ બાદમાં સ્કૂલમાં અને સ્કૂલ સમય બાદ ક્રિકેટ પાછળ જ સમય વિતાવવા લાગ્યો હતો. તે ક્રિકેટ પ્રેકટીશમાં મગ્ન રહેતો હતો. પ્રેકટીશ દરમિયાન તેને વર્ષ 2006 માં માથામાં ઇજા પહોંચી હતી. પરંતુ પોતાનો અને તેના પિતાના લક્ષ્યમાં સહેજ પણ અડચણ પહોંચી નહોતી. તેના અથાગ પરિશ્રમ બાદ તે અંડર 14 અને અંડર 23 ની ટૂર્નામેન્ટોમાં હિસ્સો લઇ રન બનાવ્યા હતા. જેના ફળ સ્વરુપે તે કર્ણાટકની ટીમમાં પણ સ્થાન મેળવી શક્યો હતો અને હવે આઇપીએલમાં તેની પર સીધો જ કરોડપતિ બનાવતો દાવ લાગ્યો છે.

કર્ણાટકની ટીમમાંથી રમ્યો છે ડોમેસ્ટીક ક્રિકેટ

અભિનવની ઓક્શન માટે બેઝ પ્રાઇઝ 20 લાખ હતી અને તેને એના કરતા 13 ગણી વધુ કિંમતની સેલરી સાથે ગુજરાત ટાઇટન્સ ટીમે પોતાની સાથે સામેલ થયો છે. ગુજરાતની ટીમે તેની પાછળ 2.60 કરોડ રુપિયાનો દાવ લગાવ્યો છે. અભિનવ વિશે વાત કરવામા આવે તો તે કર્ણાટકનો ઓલરાઉન્ડર છે. જે મિડલ ઓર્ડરમાં શાનદાર બેટીંગ કરી જાણે છે. તેમજ સ્પિન બોલીંગ પણ કરે છે, તે કમાલનો લેગ સ્પિનર બોલીંગ કરે છે. તેના અનુભવની વાત કરવામાં આવે તો તે ઘરેલુ ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યુ હતુ અને 4 મેચમાં જ પોતાની શક્તિ બતાવી દીધી હતી. જે તેને અહીં સુધી લઇ આવી છે. સૌરાષ્ટ્ર સામે ડેબ્યૂ મેચમાં તેણે શાનદાર રમત દર્શાવી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા ‘અજાણ્યા’ પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી

 

Published On - 12:20 pm, Sun, 13 February 22

Next Article