IPL 2022: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીનો જૂનો વિડિયો થયો વાયરલ, પોતે કહી રહ્યો છે કે કેવી રીતે કરશે વાપસી

|

Apr 25, 2022 | 6:35 PM

IPL 2022 : વિરાટ કોહલી (Virat Kohli) એ 2019 થી એક પણ સદી ફટકારી નથી. તે જ સમયે IPL 2022 માં વિરાટ કોહલીએ અત્યાર સુધી માત્ર 17 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે.

IPL 2022: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીનો જૂનો વિડિયો થયો વાયરલ, પોતે કહી રહ્યો છે કે કેવી રીતે કરશે વાપસી
Virat Kohli (PC: IPL)

Follow us on

ક્રિકેટ જગતમાં રન મશીન તરીકે જાણીતો પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat Kohli) હાલ પોતાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જો કે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને ઘણા પૂર્વ ક્રિકેટરોએ સમર્થન આપ્યું છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ તેને આરામ કરવાની સલાહ આપી છે. આ દરમિયાન કિંગ કોહલી (King Kohli) નો એક જૂનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં વિરાટ કોહલી ખરાબ સમય વિશે વાત કરી રહ્યો છે. આ સાથે તે તેમાંથી કેવી રીતે ફરીથી બહાર આવવું તે વિશે પણ કહી રહ્યો છે. વિરાટ કોહલી કહી રહ્યો છે કે, જો મારો ખરાબ સમય આવશે તો હું લડીશ, મહેનત કરીશ અને પછી પાછો કમબેક કરીશ. હું એમ ન કહી શકું કે મારો ખરાબ સમય ક્યારેય આવશે નહીં કે મારું સ્વરૂપ ક્યારેય જશે નહીં. આવો સમય દરેકના જીવનમાં આવે છે અને આજ તો જીવન છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

100 થી વધુ મેચ રમ્યા બાદ એક પણ સદી નથી ફટકારી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિય પ્રીમિયર લીગ 2022 સહિત વિરાટ કોહલીએ રમેલી 100 થી વધુ મેચ રમી ચુક્યો છે અને અત્યાર સુધી વિરાટ કોહલી (Virat Kohli) ના બેટથી સદી નથી બની. તે જ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં વિરાટ કોહલીએ અત્યાર સુધી રમેલી મેચમાં માત્ર 17 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે. IPL 2022 ની 8 મેચોમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી માત્ર 9 ચોગ્ગા અને 2 છગ્ગા જ ફટકાર્યા છે. આ સિવાય તે સતત 2 વખત ગોલ્ડન ડક પર પણ આઉટ થયો હતો. આ સિઝનમાં તે માત્ર 2 ઇનિંગ્સમાં 40થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો : IPL 2022: ઈશાન કિશને ધીમી બેટિંગની કરી છતાં MS Dhoniનીને આ મામલે પછાડી શક્યો નહીં, જાણો શું છે મામલો

આ પણ વાંચો : IPL 2022 RCB vs RR Live Streaming: રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રસપ્રદ ટક્કર! જાણો ક્યાં, કેવી રીતે, ક્યારે તમે મેચ જોઈ શકો છો

Next Article